26.6 C
Gujarat
September 19, 2024
EL News

9th January એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અકેતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

Share
The Eloquent, Shivam Vipul Purohit:

૧૮-દેશના ૩૪ અને ભારતના ૧૭ મળી કુલ ૫૧ પતંગબાજોના અવનવા કરતબો સ્ટેચ્યુ ઓફ યુવિટી રેવાના તીરે વ્યૂ-પોઈન્ટ ખાતે જોવા મળશે.નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુચારા આયોજન-અમલવારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ.

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને SOUના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૦૯ મી જાન્યુઆરી, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૯-૦૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આઈકોનિક સ્થળ ખાતે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪” યોજાનાર છે, જેની પૂર્વ તૈયારીઓ અને સુચારા આયોજન અમલવારી અંગે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં આયોજન સાથે સંકળાયેલા જુદા-જુદા વિભાગોને સોંપાયેલી કામગીરી-જવાબદારીઓ અને ફરજો સંદર્ભે વાકેફ કર્યા હતા. ગત વર્ષે સુંદર આયોજન થયું હતું તેજ પ્રમાણે આ વર્ષે પણ લગન અને નિષ્ઠાથી કાર્યક્રમ પાર પાડવા અનુરોધ કર્યો હતો. આ ઉજવણીમાં વિદેશના પતંગબાજોને કાયમી યાદગાર બની રહે તે રીતે સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપી હતી.

Kite Festival, Statue Of Unity, The Eloquent
International Kite Festival(Social Media Image), Statue Of Unity, The Eloquent

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાનારા આ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪” પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો આ પ્રસંગે ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે. તેમની રહેવા-જમવાની અને આનુસાંગિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ક્રાઉડ મેનેજમેન્ટ, મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, લાઈટ-પાણી, આરોગ્ય, રિફ્રેશમેન્ટ વગેરે બાબતોની સમીક્ષા કરાઈ હતી.

આ પણ વાંચો ભાયલીના રામ ભક્ત 1100 કિલો સ્ટીલનો દીવો અયોધ્યા લઈ જશે

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, SOUADTGAના નાયબ કલેકટર દર્શક વિઠલાણી અને ગુજરાત પ્રવાસન નિગમ (TCGL)ના અધિકારીએ પણ બેઠક દરમિયાન કાર્યક્રમની વ્યવસ્થાને અનુરૂપ વિવિધ સુચનો સાથે જરૂરી ચર્ચાઓ કરી હતી. આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે.

આ વર્ષે ૧૮ દેશના ૩૪ અને ગુજરાત સહિત ભારતના ૧૪ મળી કુલ ૫૧ પતંગબાજો એકતાનગર ખાતે પતંગ મહોત્સવમાં સ્થાનિક પદાધિકારી-અધિકારીઓની ઉપસ્થિતિમાં સહભાગી બનશે અને એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગનું આકાશી સુંદર દ્રશ્ય ખડુ કરશે. જે દ્રશ્ય અદભૂત અને અવિશ્મરણીય બની રહેશે.

આ પણ વાંચો અદાણી જુથ ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંધાને પ્રોત્સાહક પીઠબળ આપશે

Related posts

કાલુપુરના શાકબાજીના હોલસેલ માર્કેટમાં ભીષણ આગ,

elnews

મોદી-શી જિનપિંગ બેઠક પહેલા મેજર જનરલ લેવલની વાતચીત

elnews

બાપુનગર વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે

elnews

Leave a Comment

error: Content is protected !!