35.9 C
Gujarat
June 24, 2024
EL News

અમદાવાદ સિવિલમાં જાણો ઓક્સિજનની શું છે વ્યવસ્થા

Share
Ahmedabad:

સિવિલ હોસ્પિટલના ઇજનેરો અને તબીબોએ ઓક્સિજન પ્લાન્ટની મોકડ્રીલ કરી હતી.મોકડ્રીલ દરમિયાન ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરી ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. 80 દર્દીઓને દાખલ કરવાની સુવિધા એક સાથે થઈ શકે તેટલો ઓક્સિજન હાલમાં  ઉપલબ્ધ છે.

Measurline Architects

અમદાવાદમાં સૌથી મોટી કોરોના હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવી છે. આ હોસ્પિટલની અંદર બેડથી લઈને આઈસીયુ સહીતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સાથે જ ઓક્સિજનને લઈને પણ વ્યવસ્થા કરાઈ છે. આજે યોજાએલી મોકડ્રીલની અંદર દરેક બાબતે સમીક્ષા કરવામાં આવી હતી અને મેડિકલ ક્ષેત્રની તમામ પરિસ્થિતિથીને લઈને સમીક્ષા કરાઈ હતી.

આ પણ વાંચો…પંચમહોત્સવ: જાહેર પ્રતિસાદને માન આપીને પાસમાંથી મુક્તિ આપવામાં આવી..

કોરોના વાયરસના સંભવિત જોખમને જોતા રાજ્ય સરકાર સતર્ક બની છે. જે અંતર્ગત અમદાવાદ શહેરની બે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અસારવા સિવિલ તંત્રએ તૈયારી કરી છે.

અસારવા સિવિલમાં 20 હજારની ક્ષમતા ઓક્સિડન પ્લાન્ટની

ઓક્સિજન પ્લાન્ટની મોકડ્રીલ સિવિલ હોસ્પિટલમાં એન્જીનીયર અને ડોકટરો સાથે કરવામાં આવી હતી. ઓક્સિજનની હાલની વ્યવસ્થા કરવામાં આવ્યા હતા. અમદાવાદની અસારવા અને સોલા સિવિલ હોસ્પિટલમાં 26,000 લિટર ઓક્સિજન ઉપલબ્ધ છે. સિવિલ અસારવમાં 20 હજારની ક્ષમતા ઓક્સિડન પ્લાન્ટની છે. આ ઓક્સિજનથી અત્યારે એક સાથે 80 દર્દીઓને દાખલ કરવાની સુવિધા કરવામાં આવી છે. આ સાથે 1200 પથારીની હોસ્પિટલ પાસે ઓક્સિજન જનરેટર પ્લાન્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે.

સોલા સિવિલમાં આ છે વ્યવસ્થા 

કોરોનાના બીજા મોજામાં ઓક્સિજનના અભાવે ઘણા દર્દીઓના મોત થયા છે. આવી સ્થિતિ ફરી ન બને તે માટે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સહિતની વ્યવસ્થાની ચકાસણી માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સોલા સિવિલમાં દરરોજ 6 હજાર લિટર જેટલી હાલની ટેન્ક છે.

રાજ્ય સરકારે 12 લાખ રસીના ડોઝ ઓર્ડર કર્યા 

રાજ્ય સરકાર કોરોનાના સંભવિત ખતરા અને નવા પ્રકારના વેરીયન્ટ સામે લડવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. સાથે સાથે સરકાર કોરોના રસીની અછતને પહોંચી વળવા રસી માટે કેન્દ્ર સરકાર સમક્ષ 12 લાખ ડોઝની માંગણી કરી છે.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ – સરખેજ ગાંધીનગર હાઈવે પર 7 મહિનામાં 45 અકસ્માતો થયા, 23ના મોત

elnews

બાંડીબાર ગામમાં સૌપ્રથમવાર શ્રી મદનમોહનજી મંદિર ટ્રસ્ટ બાંડીબાર દ્વાર રક્તદાન.

elnews

કોર્ટમાં આજે બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના કેસ મામલે સુનાવણી

elnews

Leave a Comment

error: Content is protected !!