28.8 C
Gujarat
October 9, 2024
EL News

ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

Share
Ahmedabad, EL News

અમદાવાદમા ઇસ્કોન મંદિર દ્વારા પ્રતિ વર્ષ કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરીજનો પણ ઉપસ્થિતિ રહ્યા હતા ત્યારે આ સાથે સીએમની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

PANCHI Beauty Studio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

અમદાવાદમા ઇસ્કોન મંદિર દ્વારા પ્રતિ વર્ષ કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ આ ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી  આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવના લોકોત્સવમાં જનઉમંગ માં સહભાગી થયા હતા.

આ પણ વાંચો…સુરત-દહીંહંડી કાર્યક્રમમા સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રીએ સૌના કલ્યાણ સાથે રાજ્ય અને દેશની પ્રગતિમાં પ્રભુ કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના રાધાકૃષ્ણ ભગવાનના ચરણોમાં કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અમિત ઠાકર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના પદાધિકારીઓ અને વિશાળ સંખ્યા માં હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

શહેરમાં ઠેર ઠેર જગ્યાએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ જગ્યાએ લોકોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી  આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવના લોકોત્સવમાં જોડાયા હતા.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

નરેશ પટેલ પ્રથમ વખત સ્ટેજ પરથી કહી રાજકારણની વાત

elnews

સમૂહલગ્ન એટલે બચત અને લીંબુની ખેતી એટલે આવક: વિજય ખાંટ

elnews

ગુજરાત LSA, DoT દ્વારા વડોદરા શહેરમાં ડ્રાઇવ ટેસ્ટ

elnews

Leave a Comment

error: Content is protected !!