27.7 C
Gujarat
January 19, 2025
EL News

કચ્છ – બિપોરજોય વાવાઝોડાના કારણે ઈન્ડિયન એરફોર્સ સજ્જ

Share
Gujarat, EL News

વાવાઝોડા માટે મુશ્કેલ રેસ્ક્યુ માટે આ ટીમ સજ્જ કરવામાં આવી છે. મનસુખ માંડવીયાએ સેનાના અધિકારીઓ અને જવાનો સાથે વાતચીત કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ સાથે તેમને બેઠક અને વાતચીત કરી છે. ભૂજ અને કચ્છમાં વાવાઝોડા સામે સેનાની મદદ લેવામાં આવી શકે છે.
Measurline Architects
ભૂજ એરફોર્સ સેન્ટર પર ગરુડ સેનાની ઈમરજન્સી ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. મનસુખ માંડવીયાએ સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે આ મામલે બેઠક કરી છે અને સમગ્ર તૈયારીઓનો તાગ મેળવ્યો છે.
આજે ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી.CycloneBiporjoy ના સંકટને ધ્યાનમાં રાખીને, ‘ગરુડ’ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ચક્રવાતથી જાન-માલની સુરક્ષા માટે આપણા જવાનો સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમ તેમણે પોસ્ટ શેર કરતા કહ્યું હતું.

આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય મંત્રીએ આર્મીના જવાનોનો ઉત્સાહ વધારતા કહ્યું કે, કોઈપણ આપદા હોય આર્મીની હાજરી માત્રથી લોકો સુરક્ષિત હોવાનો અહેસાસ કરે છે. નાગરિકોનો એક અતૂટ ભરોસો આર્મી પર છે. આપદા સમયે આર્મીના જવાનોને બચાવ રાહતની તૈયારીઓ સાથે જોઈએ કેન્દ્રિય મંત્રી માંડવીયાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીની અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.

આ પણ વાંચો…   જીભમાં એવું શું ખાસ છે કે તેને જોઈને ડોક્ટરો તેને રોગ સમજે છે?

ગઈકાલે જ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ કચ્છ જિલ્લાના મુખ્યમથક ખાતે બિપરજોય વાવાઝોડાના સંકટ સામે વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. જે‌ બાદ કેન્દ્રિય મંત્રી માંડવીયાએ ભુજ ખાતે વાવાઝોડાના સંભવિત ખતરા સામે આર્મીની તૈયારીઓની સમીક્ષા કરીને જવાનો સાથે મુલાકાત કરી હતી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ભારત પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનવાની ઉપલબ્ધી

elnews

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસો બનશે

elnews

અમદાવાદમાં રખડતા ઢોરથી નરોડા વિસ્તારમાં યુવકનો જીવ ગયો

elnews

Leave a Comment

error: Content is protected !!