32.2 C
Gujarat
April 26, 2024
EL News

મેઘરાજાની વિસર્જન યાત્રા અને મેળો.

Share
Bharuch:
દશમની સંધ્યાકાળે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રામાં માનવ મહેરામણ ઉમટીયુ..

મેઘરાજાની વિસર્જન યાત્રા મેળામાંથી પસાર થતા હજારો લોકોએ મેઘરાજાની અંતિમ વિદાય મોબાઇલમાં કેદ કરી હતી. મેઘરાજાના સ્થાપના સ્થળેથી મેળામાં સોનેરી મહેલ થઈ મેઘરાજાની વિસર્જન યાત્રા નર્મદા નદીએ પહોંચી હતી.

મેઘ ઉત્સવ ભોઈ પંચ માટે દિવાળી કરતાં પણ વધુ મહત્વ ધરાવે છે. ભરૂચમાં ઓષાઢી વદ અમાસ દીવાસાના દિવસે નર્મદા નદીની પવિત્ર માટીમાંથી મેઘરાજાની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે.

અને તેની સ્થાપના બાદ નાળિયેરી પૂનમ સુધી મેઘરાજાને નયનરમ્ય સ્વરૂપ આપવામાં આવે છે. શ્રાવણી દર્શનના દિવસ એટલે કે સાતમથી દશમ સુધી મેઘરાજાના સ્થાપના સ્થળ ઉપર મેળો યોજાયા બાદ દસમના દિવસે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી મેળાનું સમાપન કરવામાં આવ્યું હતું.

Meghraja picture captured in mobile, Elnews

ભારત ભરમાં ભરૂચ જિલ્લામાં માત્ર છપ્પનિયા દુકાળથી જળદેવ તરીકે મેઘરાજાની સ્થાપના છેલ્લા ૨૫૦ વરસથી

ભારત ભરમાં ભરૂચ જિલ્લામાં માત્ર છપ્પનિયા દુકાળથી જળદેવ તરીકે મેઘરાજાની સ્થાપના છેલ્લા ૨૫૦ વરસથી કરવામાં આવે છે અને માટીમાંથી તૈયાર થતા મેઘરાજાને રંગ રોકાણ કરી નાળિયેરી પૂનમ સુધી નયનરમ્ય સ્વરૂપ આપવા સાથે નવા વાઘા પહેરાવી તૈયાર કરવામાં આવે છે.

અને મેઘરાજાના દર્શન માટે સાતમથી દશમ સુધી ભારતભરમાંથી હજારો ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે સાતમના દિવસથી ચાલુ થયેલા મેઘ ઉત્સવમાં લાખો ભક્તો ઉમટીયા હતા અને દશમના અંતિમ દિવસે સંધ્યાકાળના સમયે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી.

જાહેરાત
Advertisement

મોબાઇલમાં મેઘરાજાની વિદાય કેદ કરવા માટે હજારો ભક્તોએ પડા પડી કરી

જે મેઘરાજાના સ્થાપના સ્થળેથી મેઘરાજાની વિસર્જન યાત્રા હજારો ભક્તોની વચ્ચેથી પસાર થતા ભક્તોએ પણ મેઘરાજાના અંતિમ દર્શન કરવા સાથે પોતાના મોબાઇલમાં મેઘરાજાની વિદાય કેદ કરવા માટે હજારો ભક્તોએ પડા પડી કરી હતી.

અને મેઘરાજાની વિસર્જન યાત્રા મેઘરાજાના સ્થાપના સ્થળેથી નીકળી મેઘમેળામાં સોનેરી મહેલ થઈ હજારો ભક્તોના ખબર અંતર લઈ મેઘરાજાને વિસર્જન અર્થે પવિત્ર નર્મદા નદી કાંઠે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું વિસર્જન કરી મેઘ ઉત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો..Job: આકાશવાણી, અમદાવાદમાં ગુજરાતી ભાષા જાણતા સારા એન્કરની જરૂરીયાત.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે વિશ્વસનીય પ્લેટફોર્મ એટલે Elnews, પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે.

Related posts

વાસણોમાં પડી ગયેલા ગંદા ડાઘાને વગર મહેનતે મિનિટોમાં સાફ કરો.

elnews

ગાંધીનગર: હવામાન વિભાગની મહત્ત્વની આગાહી,

elnews

જોબ સીકર્સ નહીં પરંતુ જોબ ક્રીએટર્સ બનો…

elnews

Leave a Comment

error: Content is protected !!