22.1 C
Gujarat
December 4, 2024
EL News

મહાઠગ કિરણ પટેલને આવતીકાલે ફરી તપાસ માટે લાવશે

Share
Ahmedabad, EL News

મહાઠગ કિરણ પટેલ સામે નોંધાયેલી છેતરપિંડીના મામલે ફરીથી અમદાવાદ લાવવામાં આવશે. જમ્મુ કાશ્મીરથી અમદાવાદ મહાઠગને લાવવામાં આવશે. ટ્રાન્ઝીટ રીમાન્ડના આધારે પોલીસ અમદાવાદમાં લાવીને વધુ પૂછપરછ કીરણ પટેલની કરશે.

મકાન પચાવી પાડવા તેમજ જમીન છેતરપિંડી સહીતના અનેક ગુનાઓ નોંધાયા છે. પીએમઓ તરીકેના ખોટો અધિકારીની ઓળખ આપીને અનેક લોકોને ઠગવાના આરોપો લાગ્યા છે.

PANCHI Beauty Studio

અગાઉ શ્રીનગરમાં નકલી પીએમઓ ઓફિસર તરીકે ઝડપાયેલા કિરણ પટેલની છેતરપિંડી અને લોકોની જમીનો અને પ્રોપર્ટી પચાવી પાડવા સહીતના મામલાઓમાં એક પછી એક મુશ્કેલીઓ વધી રહી છે. ત્યારે વધુ તપાસ આ મામલે અમદાવાદ પોલીસ દ્વારા પણ કરવામાં આવશે. અન્ય રાજ્ય ઉપરાંત ગુજરાતમાં પણ છેતરપિંડીના અનેક કેસો સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે ગુના સબંધિત વધુ પૂછપરછ મામલે કાલે ફરીથી અમદાવાદ લાવવામાં આવશે.મહાઠગ કિરણ પટેલને અમદાવાદમાં લાવવાની તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો…રાજકોટ – સરકારી દવાઓ બારોબાર વેચી દેવાના લાગ્યા આક્ષેપ

શ્રીનગરમાં ધરપકડ બાદ રાજ્યમાં અનેક મામલા સામે આવ્યા છે. નકલી PMO ઓફિસરના મામલામાં ગુજરાત સરકાર પર વિપક્ષે પણ અગાઉ વિધાનસભામાં હલ્લાબોલ કર્યો હતો.  આગામી દિવસોમાં ગુજરાત પોલીસ કિરણ પટેલ પર પણ કડક કાર્યવાહી કરી શકે છે. એક પછી એક મામલે થયેલી ફરીયાદના અનુસંધાને તપાસ તેજ થઈ રહી છે. ટ્રાન્સફર વોરંટને આધારે કિરણ પટેલને અમદાવાદમાં લાવવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

શહેરના પતંગ બજારમાં ઘરાકી નિકળતા વેપારીઓમાં ખુશી જોવા મળી

elnews

વડાપ્રધાન દ્વારા અમદાવદામાં સાયન્સ કૉન્ક્લેવનો સમાપન

elnews

વડોદરા ઉદ્યોગોની નિકાસ રૂ.૧ લાખ કરોડ ઉપર પહોંચી

cradmin

Leave a Comment

error: Content is protected !!