32.5 C
Gujarat
October 3, 2024
EL News

મુંબઈ વીજ ક્ષેત્રે વધુ સક્ષમ બન્યું:

Share
EL News

હવે મુંબઈ 400 કેવી નેશનલ ગ્રીડ સંકલિત:

અદાણીએ ખારઘર-વિક્રોલી ટ્રાન્સમિશન લાઇન કાર્યાન્વિત કરી

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.દ્વારા ડબલ સરકીટ લાઇનના કાર્યાન્વયન સાથે મુંબઈનું બેનમુન અને સૌ પ્રથમ ૪૦૦ કેવી જોડાણ સ્થાપિત

આ લાઇન એક દાયકા કરતા વધુ સમયથી સુસ્ત હતી અને

૨૦૨૧માં બિડીંગ મારફત અદાણીને આપવામાં આવી હતી

Measurline Architects
  • ખારઘર વિક્રોલી ટ્રાન્સમિશન લાઇન પહેલીવાર ૪૦૦ KV સિસ્ટમને વિક્રોલી સાથે જોડે છે, જે ભવિષ્યમાં મુંબઈને રાષ્ટ્રીય શક્તિનો વધુ હિસ્સો મેળવવા માટે સજ્જ કરે છે.
  • ખારઘર વિક્રોલી ટ્રાન્સમિશન લાઇનમાં ૪૦૦ અને ૨૦૦ કીલોવોટ ટ્રાન્સમિશન લાઇનના લગભગ ૭૪ સર્કિટ કિલોમીટરનો સમાવેશ થાય છે, જે મુશ્કેલ ભૂપ્રદેશ અને વસ્તીવાળા શહેરી વિસ્તારોમાંથી પસાર થાય છે
  • તેમાં વિક્રોલી ખાતે મુંબઈનું પ્રથમ ૪૦૦ કીલોવોટ GIS સબસ્ટેશન ૪૦૦ કીલોવોટ ખારઘર સબ સ્ટેશન મારફત ફીડ સાથેનું છે, કે જ્યાં અદાણી દ્વારા નવી ખાડીઓ બનાવીને ચાલુ કરવામાં આવી છે
  • અંદાજે ૯,૫૦૦ ચોરસ મીટરમાં બનેલું ૪૦૦ કીલોવોટનું આ ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન ભારતમાં સૌથી વધુ કોમ્પેક્ટ ડિઝાઇન ધરાવતું સૌ પ્રથમ છે.

અમદાવાદ, 02 October 2023- અદાણી પોર્ટફોલિયોના ઉર્જા ઉકેલ, ટ્રાન્સમિશન અને વિતરણના એક અંગ સમી અગાઉ અદાણી ટ્રાન્સમિશન લિ.તરીકે જાણીતી અને હવે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.દ્વારા કાર્યાન્વિત કરવામાં આવેલ ખારઘર વિક્રોલી ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મુંબઈ શહેરમાં વધતી જતી અને ભવિષ્યની માંગને પહોંચી વળવા વધારાની વીજ લાવવા માટે સક્ષમ બનાવશે. આ પ્રોજેકટ મુંબઇ માટે મહત્વપૂર્ણ બની રહેશે. કારણ કે ટ્રાન્સમિશન કોરિડોરની હાલની ક્ષમતા શહેરમાં વધુ પાવર વહન કરવા માટે પૂરતી નથી.

આ પણ વાંચો…ગુજરાતની તમામ મહિલા ઉત્કર્ષ માટે તથા નાના નાના ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓ ને આગળ લાવવા.

તાજેતરના ભૂતકાળમાં તા. ૧૨ ઓક્ટોબર ૨૦૨૦ અને ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ મુંબઈમાં બે વાર ગ્રીડ નિષ્ફળતાના કારણે સમગ્ર મહાનગરના વિસ્તારો નોંધપાત્ર સમયગાળા માટે અંધકારપટ છવાયો હતો. પરંતુ ખારઘર-વિક્રોલી લાઇનના કાર્યાન્વયન સાથે ભવિષ્યમાં આવી ઘટનાઓને ઘટાડવાના ઉપાય તરીકે મુંબઈ શહેરમાં વધારાની ૧,000 મેગાવોટ વિશ્વસનીય વાજળી લાવશે. આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થવાથી મુંબઈને તેની મ્યુનિસિપલ ભૌગોલિકહદમાં ૪૦૦ કીલવોટની ગ્રીડ મળી છે, જે તેની વીજળી ગ્રીડમાં જ વધારાની આયાત ક્ષમતા લાવીને વિશ્વસનીયતા અને સ્થિરતામાં સુધારો લાવવા ઉપરાંત બુલેટ ટ્રેન, મેટ્રો રેલ અને સિટી રેલ્વે મારફત મુસાફરી માટે તેમજ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સંસ્થાનો  માટે વધુ ટકાઉપણું પ્રદાન કરે છે.

વિક્રોલી ખાતેની ખારઘર વિક્રોલી ટ્રાન્સમિશન લાઇન 1,500 MVA 400 kV ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન (GIS) સાથે 400 kV અને 220 kV ટ્રાન્સમિશન લાઇનના આશરે 74 સર્કિટ કિલોમીટરની બનેલી છે, આશરે 9,500 ચોરસ મીટર વિસ્તારને આવરી લેતું  આ પ્રકારનું    મુંબઈમાં સૌ પ્રથમ 400KV સબસ્ટેશન છે. સૌથી કોમ્પેક્ટ ડિઝાઇન ધરાવતું આ સબસ્ટેશન તેની 400kV અને 220kV GIS ને ઊભી રીતે સ્ટેક કરતું હોવાથી ડિઝાઇનની દ્રષ્ટીએ જગ્યાની જરૂરિયાતો ઓછી કરતું હોવાના કારણે અજોડ છે.

આ લાઇન નાખતી વખતે ખાસ કરીને વિષમ ભૂપ્રદેશને પાર કરવામાં એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) એ અનેક પડકારોનો સામનો કર્યો હતો. પરંતુ અદ્યતન ટેક્નોલોજી અને નવીનતમ ઉપકરણોના ઉપયોગથી આ વિષમતાઓ પાર કરવામાં સફળતા મળી હતી.ખાસ કરીને ફ્લોટિંગ બાર્જ પર ભારે રિગનો ઉપયોગ કરીને ખાડીઓમાં છ ટાવર બાંધવામાં આવ્યા છે. શહેરી વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ઊંચાઈના નિયંત્રણોને લક્ષ્યમાં રાખી આડા ગોઠવણીના ટાવર અપનાવીને આ અડચણ દૂર કરવામાં આવી છે.

નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ KVTL પ્રોજેક્ટ શહેરી વિસ્તારોમાંથી પસાર થાય છે અને મુંબઈના વિક્રોલી ખાતે સંપન્ન થાય છે. જેમાં સામેલ ઘટકોમાં 1500 MVA ટ્રાન્સફોર્મેશનની ક્ષમતા ધરાવતું 400 kV/220 kV GIS વિક્રોલી સબસ્ટેશન, ખારઘર ખાતે એર ઇન્સ્યુલેટેડ સિસ્ટમ સ્વીચયાર્ડ, 400 kV ડબલ/મલ્ટી સર્કિટ ખારઘર-વિક્રોલી લાઇન, વિક્રોલીમાં તાલેગાંવ-કાલવા લાઇન ઉપર 400 kV લૂપ ઇન લૂપ આઉટ (LILO) અને વિક્રોલી ખાતે ટ્રોમ્બે-સેલસેટ લાઇન પર 220 kV લૂપ ઇન લૂપ આઉટ (LILO) મુખ્ય છે.

અદાણી એનર્જી લોલ્યુશન્સ લિ.

 અગાઉ અદાણી ટ્રાન્સમિશન લિ.(ATL) તરીકે ઓળખાતી અને હવે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) વૈવિધ્યસભર અદાણી ઉદ્યોગ સમૂહનો એક ભાગ છે, જે ભારતના અગ્રણી બિઝનેસ હાઉસ પૈકીનું એક છે અને અદાણી પોર્ટફોલિયોની ટ્રાન્સમિશન અને વિતરણ શાખા છે. AESL 18,875 સર્કિટ કિલોમીટરના સંચિત નેટવર્ક સાથે દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની છે, જે પૈકી 14,279 ckm કાર્યરત છે અને 4,596 ckm બાંધકામના વિવિધ તબક્કે છે. કંપની વિતરણ વ્યવસાય પણ ચલાવે છે અને મુંબઈમાં 12૦ લાખ ગ્રાહકોને સેવા પૂૂરી પાડે છે. આવનારા વર્ષોમાં ભારતની ઉર્જાની જરૂરિયાત ચાર ગણી થવાના અનુમાન સાથે AESL એક મજબૂત અને વિશ્વસનીય પાવર ટ્રાન્સમિશન નેટવર્કનું નિર્માણ કરવા અને છૂટક ગ્રાહકોને સેવા પૂરી પાડવા અને સૌ માટે વીજળીના લક્ષ્યનેે આંબવા માટે સક્રિય રીતે કામકાજ કરવા સંપૂર્ણપણે સજ્જ છે.

 For more information, please visit www.adanitransmission.com.

For media queries, contact Roy Paul: roy.paul@adani.com

For investor relations, contact Vijil Jain: vijil.jain@adani.com

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ડ્રગ્સ એજન્ટની ઓડિયો ક્લિપ વાયરલ થતા ડિલરો માં ફફડાટ..

elnews

સુરતમાં ગૅસ કટરથી ATM કાપી 17.70 લાખ રૂપિયાની ચોરી

elnews

પલ્સર વેચી ને લિધી હતી પહેલી ફ્રન્ટી અને ત્યારથી ગાડીઓ ની લે-વેચ નો વિશ્વાસ બન્યું A K Auto Consult.

elnews

Leave a Comment

error: Content is protected !!