Rajkot, EL News
રાજકોટ મહાનગર પાલિકામાં મેયર સહીતના નવા પદાધિકારીઓની આગામી સમયમાં નિમણૂંક કરવામાં આવશે. નવા નામો સામે આવે એ પહેલા ચર્ચા પણ જોવા મળી રહી છે.
મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સેન્સ લેવાશે આ ઉપરાંત શાસક પક્ષના નેતા, દંડકના નામ અંગે પણ ચર્ચા કરાશે. પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેશન્સ પ્રક્રીયા હાથ ધરવામાં આવશે.
પ્રદેશના નિરીક્ષકો, કોર્પોરેટર્સ, સંગઠનના હોદ્દેદારોને સાંભળવામાં આવશે. આ પ્રક્રીયા માટે અત્યારે રાજકોટ શહેર ભાજપમાં પણ કોનું નામ સામે આવશે તેને લઈને પણ ગણગણાટ શરુ થઈ ગયો છે. પોતાના જૂથના પદાધિકારીઓ માટે લોબિન પણ શરુ થઈ ગયું છે. ત્યારે આગામી સમયમાં ભાજપમાં મહાનગર પાલિકામાં મોટા ફેરફારા પદાધિકારીઓને લઈને થવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો…મહીસાગર જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસ અંતર્ગત ખેલ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી
રાજકોટમાં કવિતા વહેતી થવા મામલે મીડીયા સમક્ષ નિરીક્ષક જેન્તી કાવડીયાએ કહ્યું હતું કે, મન ભેદ નથી અને જૂથવાદ પણ નથી. ભાજપ એક મોટો પરીવાર છે ત્યારે મતભેદ ક્યારેક હોઈ પણ શકે છે. કવિતા લખાવા મામલે વધુમાં કહ્યું કે, કોઈને કોઈ અમારી પાર્ટીના હિતસત્રુઓ અમારી પાર્ટી સામે છે તેને લગતી કવિતા બનાવીને મુકતા હશે. તેમ જેન્તી કાવડીયાએ કહ્યું હતું.