31.5 C
Gujarat
September 13, 2024
EL News

રાજકોટવાસીઓની મુશ્કેલી વધી સાંઢીયા પુલ તરફથી માધાપર ચોકડીએ માર્ગ બંદ

Share
 Rajkot, EL News

રાજકોટવાસીઓની મુશ્કેલી વધી સાંઢીયા પુલ તરફથી માધાપર ચોકડીએ જવા અઢી કિમિનું ચક્કરકાપવું પડશે હવે સાંઢીયા પુલ તરફથી માધાપર ચોકડીએ જવા અઢી કિમિનું ચક્કર મારવુ પડશે. બ્રિજના કામ સબબ સાંઢીયા પુલથી આગળ ડાયવર્ઝન અપાયું છે.

PANCHI Beauty Studio

જેથી વાયા શીતલ પાર્ક થઈને જ માધાપર ચોકડી જઈ શકાશે. અંદાજે 20 દિવસ પળોજણ સહન કરવી પડશે. માધાપર ચોકડીએ બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. અગાઉના તંત્રના અનેક વાયદાઓ ખોટા પડી રહ્યા છે. કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોય, બ્રિજની નીચેનો રસ્તો પણ માંડ ખુલ્યો હતો. તેવામાં ફરી કામ શરૂ કરવાનું હોવાથી સાંઢીયા પૂલથી માધાપર ચોકડીએ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

આ રોડ ઉપર વચ્ચેની બાજુ ડાયવર્ઝન મૂકી દેવામાં આવ્યું છે. જેથી હવે સાંઢીયા પુલથી માધાપર ચોકડીએ જવા માટે વાયા શીતલ પાર્ક જવું પડશે. જો કે હાલ તંત્ર દ્વારા 20 ક દિવસ આ રસ્તો બંધ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો… કાળા ચણાના ફાયદા જાણીને તમને નવાઈ લાગશે!

પણ હકીકતમાં આ રસ્તો ક્યાં સુધી બંધ રહેશે અને ક્યાં સુધી વાહનચાલકોને હાલાકી વેઠવી પડશે તે જોવું રહ્યું.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વેપારીને 62 લાખનો ઓર્ડર આપ્યો, પછી માલ લઈ 5 ઠગ છૂમંતર

elnews

તમે ક્યારે પણ મકાઇનું પંજાબી શાક ઘરે બનાવ્યુ છે? ટેસ્ટી રસદાર પંજાબી શાક ની રેસીપી…

elnews

અમદાવાદમાં એક જ સપ્તાહમાં આંખના ચેપના 2300 થી વધુ કેસ

elnews

Leave a Comment

error: Content is protected !!