35.1 C
Gujarat
October 3, 2024
EL News

રાજકોટમાં ગેરકાયદેસર ગેસ રિફીલીંગનું કૌભાંડ

Share
Rajkot, EL News

જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુની સૂચના અનુસાર પુરવઠા વિભાગે રાજકોટ શહેરનાં દૂધસાગર રોડ ઉપર હાઈવે નજીક આવેલા માજોઠી નગરનાં ખૂણે એક મોટા વંડામાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

Measurline Architects

 

આ કામગીરી કરનાર ઈસમો સામે ગુનો નોંધી ગેસ સીલીન્ડર, ઇલેક્ટ્રિક મોટર, વજન કાંટા, માલવાહક રીક્ષા સહીત ૫૦૩ જેટલા બાટલા સાથે કુલ રૂ. ૮,૩૧,૫૩૨/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મળેલ માહિતીના આધારે ઈન. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એસ. એન. સુથાર, રાજકોટ શહેર પૂર્વ મામલતદારશ્રી રૂદ્ર ગઢવી તેમજ પુરવઠા નિરીક્ષકશ્રી કિરીટસિંહ એમ. ઝાલા તથા શ્રી અમિતભાઈ પરમારની ટીમ દ્વારા રહેણાંક વિસ્તારમાં ચાલતાં ગેરકાયદે ગેસ રીફીલીંગ કૃત્ય સામે દરોડો પાડી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં આવેલ દૂધસાગર રોડ ઉપર શેરબાનુ મસ્જિદની બાજુમાં આવેલ માજોઠીનગરના ખૂણે હાઇવે નજીક એક મોટા વંડામાં ગેરકાયદેસર રીતે મોટાપાયે ગેસ રીફીલિંગની કામગીરી થતી હતી. અધિકારીઓની તપાસ દરમિયાન સ્થળ પર હાજર સલીમ અલી મોહમ્મદ નામના શખ્સ આ કામગીરી કરતો હોવાનું જણાયું હતું. મોટા સીલીન્ડરમાંથી ઇલેક્ટ્રિક મોટરની મદદથી નાના નાના ગેસ સીલીન્ડર ગેરકાયદે ભરવામાં આવતા હતા. આ વંડાની નજીક જ મસ્જિદ આવેલી હોવાથી, લોકોની સતત અવરજવર રહેતી હોય છે.

આ પણ વાંચો…રેસિપી / નવરાત્રીના ઉપવાસમાં આ વખતે બનાવો કંઈક ખાસ

રહેણાંક વિસ્તારમાં અમુલ્ય માનવ જીવનને જોખમમાં મૂકીને કોઈપણ પ્રકારના અગ્નિશામક યંત્રો રાખ્યા વગર જ અતિ જોખમી અને જવલનશીલ એવા એલ.પી.જી. ગેસ રીફીલિંગનું ગેરકાયદેસર રીતે બેદરકારીભર્યું કૃત્ય આચરી ગેસની ચોરી કરવા બદલ પ્રવાહી પેટ્રોલિયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન હુકમ ૨૦૦૯ તથા ગેસ સીલીન્ડર રૂલ્સ ૨૦૦૪ તથા ૨૦૧૬ની જોગવાઈઓના ભંગ બદલ કાર્યવાહી કરી ગુનો નોધવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન રાંધણગેસના ૨૧ કી.ગ્રા.ના ભરેલા ૨૪ બાટલા, ૫ કી.ગ્રા.નાં ૬૮ બાટલા, ૬ વજનકાંટા, ૦૬ ઇલેક્ટ્રિક મોટર, ૦૧ માલવાહક રીક્ષા, ૨૧ કી.ગ્રા.ના ૮૫ ખાલી બાટલા, ૧૯ કી.ગ્રા.નાં ખાલી ૨૬ બાટલા, ૫ કી.ગ્રા. નાં ૧૯૯ ખાલી બાટલા, ૧૦૧ ગેસના ખાલી બાટલાનો ભંગાર સહીત કુલ રૂ. ૮,૩૧,૫૩૨/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. નિયમોનુસાર વધુ કાર્યવાહી માટે રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટમાં મચ્છરજન્ય રોગે લીધો પરિણીતાનો ભોગ

elnews

ગાંધીનગર- આવતા સપ્તાહથી વિધાનસભાનું બજેટ સત્ર

elnews

Sports: વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

elnews

Leave a Comment

error: Content is protected !!