32.8 C
Gujarat
May 2, 2024
EL News

શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર સંભાળશે,

Share
 Ahemdabad , EL News

18 જૂને રોજ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર સંભાળશે આ દરમિયાન તેઓ અમદાવાદમાં ગાંધીઆશ્રમથી પગપાળા પ્રદેશ કાર્યાલય જશે અને ત્યાર બાદ પાર્ટી હાઈકમાન્ડે સોંપેલી જવાબદારી તેઓ સંભાળશે. ભાવનગરના, શક્તિસિંહ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા સાથે પણ તેમના સારા સંબંધો છે. આવી સ્થિતિમાં ગોહિલ ગુણાકારની રાજનીતિ કરીને ભાજપને ટેન્શન આપી શકે તેવી ધારણા છે.
Measurline Architects
આ દરમિયા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, હુ પક્ષનો સૈનિક છું સેનાપતિ પક્ષની જાબજદારી નક્કી કરે છે. ગુજરાતી ભલાઈ માટે અને સેવક તરીકે કામ કરીશ. તમામ નેતા અને ગુજરાતીઓનો અને કોંગ્રેસના નેતૃત્વનો આભાર માનું છું. આ પહેલા હું નાની ઉંમરમાં વિપક્ષનો નેતા હતો. કચ્છના ગુજરાતીઓએ પણ ખૂબ પ્રેમ આપ્યો છે. ગુજરાતી અસ્મિતા માટે મેહનત કરવી છે. જૂની પરંપરા ફરી સ્થાપિત થાય તે માટે કામ કરઈશ.

ગુજરાતની ભલાઈ માટે અને સેવક તરીકે કાર્યશીલ રહીશ. ગુજરાતમાં ક્યારેય વ્યક્તિગત સ્વાર્થનું રાજકારણ નહોતું. ગુજરાતના હિતમાં તમામ લોકોને સાથ આપવા માટે વિનંતી છે. ખેડૂતોના હિતમાં તેમજ ખેડૂતોને ન્યાય આપવા માટે કામગિરી કરીશ.  કર્ણાટકની પ્રજા પાસેથી શિખવાની જરુર છે. પક્ષ એક મોટો પરીવાર છે મતભેદ હશે પરંતુ મનભેદ નથી.

આ પણ વાંચો…   મુંબઇને ડિસેમ્બરમાં બીજું અદ્યતન આંતર રાષ્ટ્રીય એરપોર્ટ મળશે

કોંગ્રેસના નવા પ્રમુખ બનેલા શક્તિસિંહ ગોહિલની પહેલી મોટી કસોટી લોકસભાની ચૂંટણીમાં થશે. આવી સ્થિતિમાં જ્યારે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 17 સીટો પર પહોંચી ગઈ હતી અને લોકસભા સીટો પર પાર્ટી શૂન્ય છે, ત્યારે શક્તિસિંહ ગોહિલ સામે સૌથી મોટો પડકાર ભાજપને ક્લીન સ્વીપ કરતા અટકાવવાનો છે. જો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન સુધરશે તો સમગ્ર શ્રેય શક્તિ સિંહને જશે. આ ત્યારે જ થશે જ્યારે કોંગ્રેસ તેની પરંપરાગત રીતે મજબૂત લોકસભા બેઠકો પર લીડ લઈને જીતે. શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બન્યા બાદ રાહુલ ગાંધી ફરી ગુજરાતમાં સક્રિયતા વધારશે તેવી ચર્ચા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓની નારાજગી બાદ રાહુલ ગાંધીએ રસ લેવાનું બંધ કરી દીધું હતું.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળનાં ૭૫ વર્ષ પૂર્ણ

elnews

અમદાવાદ – સાયબર કાફેમાં નિયત નિયમો પાલન કરવા આદેશ

elnews

યુવકની કરામત, વેસ્ટ લાકડામાંથી ઈકોફ્રેન્ડલી ઘડીયાળો બનાવી

elnews

Leave a Comment

error: Content is protected !!