28.3 C
Gujarat
July 19, 2024
EL News

યુવકની કરામત, વેસ્ટ લાકડામાંથી ઈકોફ્રેન્ડલી ઘડીયાળો બનાવી

Share
  Surat, EL News

સુરતના એક યુવકે પોતાની સુજ-બુજથી અનોખી ઘડીયાળ તૈયાર કરી છે. અઢીસો જેટલા લાકડામાંથી તૈયાર કરાયેલી ઘડિયાળમાં અનેક વિશેષતા છે.
વિદેશમાં મળતી ઘડિયાળ સુરતના યુવકે ટેકનોલોજીની મદદથી બનાવતા શહેર ભરમાં ઘડિયાળની માંગ ખૂબ વધી છે. આ ઘડિયાળ લોકોને ઓછા ભાવે મળી રહેતા મોટી સંખ્યામાં ઓર્ડર પણ આવ્યા છે. આવો જોઈએ કઈ પ્રકારે લાકડાના વિવિધ પાર્ટમાંથી તૈયાર થઈ છે આ ઘડિયાળ.
Measurline Architects
સુરતના લોકો હંમેશા કલાકારીગરીમાં આગળ પડતા રહે છે. તેવી જ એક કળાનો ઉત્તમ નમૂનો સુરત શહેરના મોટા વરાછા વિસ્તાર ખાતે રહેતા પરેશ પટેલે રજૂ કર્યો હતો. પરેશ ભાઈ અગાઉ પેઈન્ટર હતા. પરંતુ તેમની કળાની કદર કરનાર લોકો ન હતાં. જેથી તેઓએ વિચાર્યું કે ટેકનોલોજીની મદદથી એક એવી આર્ટ તેઓ તૈયાર કરે જેને જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જાય. તેઓએ પર્યાવરણ અનુલક્ષી એટલે ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ બનાવી છે.

આ ઘડિયાળ લાકડાના વેસ્ટ ના ભુકામાંથી તૈયાર કરવામાં આવી છે. આ વેસ્ટ જે ફેંકી દેવામાં આવતો હોય છે તેને રિસાયકલ કરીને લાકડામાં પરિવર્તિત કરી આ ઘડિયાળ તૈયાર કરવામાં આવી છે.પરેશભાઈ ધોરણ નવ સુધી ભણ્યા છે. તેમ છતાં તેણે પોતાની સુજબૂજ થી ઘડિયાળ તૈયાર કરી છે. આ ઘડિયાળની ખાસિયત એ છે કે તારીખ મહિના અને વર્ષ બતાવે છે. પરેશ ભાઈ અગાઉ પેઈન્ટર હતા પરંતુ તેની ડિમાન્ડ ઓછી થવા લાગી હતી. તેથી વિચાર્યું કે, એવી વસ્તુ બનાવીએ જેનાથી ટેકનોલોજીનો પણ ઉપયોગ થઈ શકે અને લોકોને તે પસંદ આવે.

આ ડિઝાઇન બનાવવામાં તેને ઘણો સમય લાગ્યો હતો. ઘડિયાળની ડિઝાઇન માટે વિચાર કરવો પણ એ ખૂબ જ મુશ્કેલ હતો. આ ઘડિયાળ જોવા પર મેકેનિકલ ડિઝાઇન લાગશે. ઘડિયાળ એવા લાકડાથી તૈયાર કરવામાં આવી છે જે વેસ્ટેજ ભૂકામાંથી તૈયાર થઈ છે. જે લાકડાનો વેસ્ટેજ ભુકો હોય છે તેને રિસાયકલ કરીને તેમની શીટ બનાવી તૈયાર કરવામાં આવે છે. આજ લાકડાનો ઉપયોગ કરીને ઘડિયાળ બનાવવામાં આવી છે. તે એન્વાયરમેન્ટ માટે પણ ખૂબ જ સારું છે.

આ પણ વાંચો…   Belly Fat: પાતળી કમર માટે આ રીતે ઇસબગુલનું સેવન કરો,

પરેશભાઈ, ઘડીયાળ બનાવનાર આર્ટિસ્ટે કહ્યું કે, આમાં 250 જેટલા પાર્ટ છે એક જ દિવસમાં આ ઘડિયાળ તૈયાર થઈ જાય છે. આ ઘડિયાળની અન્ય ખાસિયતની વાત કરવામાં આવે તો ઘડિયાળ જોવામાં જેટલી સુંદર દેખાય છે તેને એસેમ્બલ કરવા માટે એટલી તો જટિલતા છે. 10, 50 કે 100 નહીં પરંતુ અઢીસો જેટલા પાર્ટસ આમાં લાગ્યા છે. એક એક કરીને જ્યારે અઢીસો જેટલા પાર્ટને જોડવામાં આવે છે, ત્યારે આ ઘડિયાળ તૈયાર થાય છે એટલું જ નહીં આ ઘડિયાળ માત્ર સમય જ નથી બતાવતી આ ઘડિયાળ મહિના અને વર્ષની પણ જાણકારી આપે છે.
આ ઘડિયાળ જોઈને કોઈ પણ વિચારી શકશે નહીં કે, માત્ર ધોરણ નવ સુધી ભણનારા એક વ્યક્તિ દ્વારા આ જટિલ ઘડિયાળ ખૂબ જ સુંદર તરીકે બનાવવામાં આવી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ડ્રગ્સ એજન્ટની ઓડિયો ક્લિપ વાયરલ થતા ડિલરો માં ફફડાટ..

elnews

૨૪ જૂન ૨૦૨૪ના રોજ મળેલી અદાણી એન્ટરપ્રાઇઝીસની વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને ગૌતમ અદાણીનું સંબોધન

elnews

ગોધરા માં મુશળધાર વરસાદ, દુકાનો તેમજ ATM માં ભરાયા પાણી..

elnews

Leave a Comment

error: Content is protected !!