25.6 C
Gujarat
March 3, 2024
EL News

અદાણી ફાઉન્ડેશનના સહયોગથી સક્ષમ થયેલા વજીરભાઈ કોટવાળિયા રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે જશે

Share
 Bharuch, EL News

દહેજ, ભરૂચ : ગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાલિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના એવાજ કારીગર વજીરભાઈ કોટવાલિયા પોતાના સમાજની વાંસ કળાને જીવંત રાખવા અને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે.

Measurline Architects

છેલ્લા એકાદ વર્ષથી એમની ઝુંબેશને અદાણી ફાઉન્ડેશન, દહેજનો સહયોગ સાંપડ્યા પછી અનેક નવા આયામો એમના કાર્ય એન ઝુંબેશમાં ઉમેરાયા છે. વજીરભાઈ કોટવાળિયાને ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા કોન્ફરન્સ કમ એક્સપોઝર મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યાં એ પોતાના કોટવાલિયા સમાજની સ્થિતિ વિશે વાત કરવાની તક મળશે.

વજીરભાઈ કોટવાલિયાએ મર્યાદિત સંસાધનો સાથે પોતાના સમુદાયના 50 સભ્યોને વ્યવસાયમાં જોડ્યા છે. સરકાર અને સંસ્થાઓના સહયોગથી વિવિધ મેળા અને પ્રદર્શનમાં સહભાગી થતાં રહ્યા છે. એમ છતાં એમને બજારનો સંપર્ક ન હતો. અનેક પરિવારો આવકના અભાવે વાંસકળાનું કામ છોડી દીધું હતું પરંતુ વજીરભાઈ અને એમનો પરિવાર એ કામ સાથે જ રહ્યું છે. અદાણી ફાઉન્ડેશન, દહેજના સીએસઆર હેડ સુશ્રી ઉષાબેન મિશ્રા જણાવે છે કે અમે જ્યારે વજીરભાઈને મળ્યા ત્યારે આ કળા જીવંત રાખવા માટે કેટલીક મદદની જરૂર હોવાની વાત કરી હતી. અમે વજીરભાઈના સમર્થનથી કોટવાળિયા સમુદાયની મહિલાઓનું એક સખી મંડળ બનાવી એની નોંધણી કરાવી, “જય દેવ મોગરા મા ગ્રુપ હાથાકુંડી”. આ જૂથને અમદાવાદમાં અદાણી સમૂહના કોર્પોરેટ હાઉસમાં યોજાયેલા ગ્રામ ભારતીમાં તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણની તક મળી હતી સાથે જ અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમભાઈ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી ડૉ.પ્રીતિબહેન અદાણીની મુલાકાતનો અવસર પણ મળ્યો હતો.

ગ્રામ ભારતીએ એમના માટે સફળતાનો માર્ગ મોકળો કર્યો અને વસ્તુઓના વેચાણના અનેક દ્વાર ઉઘાડયા છે. એમને સરકારની વિવિધ યોજનાનો પણ લાભ મળે એ માટે DRDA, DIC અને ટ્રાયબલ સબ-પ્લાન જેવી ઓફિસ સાથે સંકલન પણ કરાવ્યુ છે.

વજીરભાઈ અને એમની સાથે સંકળાયેલા જૂથને વધુ મજબૂત બનાવવા માટે અદાણી ફાઉન્ડેશનએ એમણે વાંસકળા માટે જરૂરી એવી મશીનરીનો સહયોગ આપ્યો છે. તાજેતરમાં અદાણી ફાઉન્ડેશન સીએસઆર,ગુજરાતના વડા સુશ્રી પંક્તિબેન શાહના હસ્તે વાંસ કાપવા, પોલિશ કરવા ટૂલબોક્સ આપવામાં આવ્યા હતા. આ મશીનો વડે તેઓ બજારમાં સ્પર્ધાત્મક ઉત્પાદનો બનાવશે, વાંસની દોરી કાપવામાં તેમનો સમય બચાવશે અને વધુ કમાણી કરશે.

આ પણ વાંચો…    ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા

વજીરભાઈ કોટવાળિયા જૂનના પ્રથમ સપ્તાહમાં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં જશે એ માટે બહુ ઉત્સાહિત છે અને એ માટેની સરકારી પ્રક્રિયામાં વ્યસ્ત છે. વજીરભાઈ  કહે છે, કોટવાળિયા સમાજના પ્રતિનિધિ તરીકે છેલ્લા 25 વર્ષથી વાંસ કામ કરું છુ એટલે અનેક સરકારી અધિકારી ઓળખે છે એટલે કોટવાળિયા સમાજના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રપતિ ભવનમાં જવા માટે મારી પસંદગી કરી છે, હું એનાથી બહુ ખુશ છુ અને ગૌરવ અનુભુવું છુ. અમને અદાણી ફાઉન્ડેશન તરફથી ખૂબ સાથ અને

સહકાર મળ્યો છે અને મળતો રહે છે. અત્યારે જે મશીનરીનો સહયોગ મળ્યો છે એ મને મળેલી આજ સુધીનો સૌથી મોટો સહયોગ છે, હું અદાણી ફાઉન્ડેશનનો ખૂબ આભારી છું.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટમાં ઉડતા પંજાબ વાળી યુવક પાસેથી પકડાયું ૯૦ હજારનું ડ્રગ્સ

elnews

CM ભુપેન્દ્ર પટેલએ સ્ટેટ ઈમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી ..

elnews

મહિને ફક્ત 60 રૂપિયા ભરો, સુરક્ષાની ગેરેન્ટી સાથે પાછા મળશે રૂપિયા…

elnews

Leave a Comment

error: Content is protected !!