33.8 C
Gujarat
April 30, 2024
EL News

આનંદ મેળો, ગોધરા: તું કોંગ્રેસમાં છું તું ભાજપમાં આવી જા…

Share

ગોધરા, પંચમહાલ:

મેળો શરૂ થયાના કેટલાક દિવસો બાદ મેળાની પરમિશન?

હાલ ગૌરીવ્રત,ગોકુળ આઠમના તહેવારોને લઈને શહેરીજનો સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોના મનોરંજન માટે ગોધરા ખાતે આવેલ લાલબાગ મેદાન ખાતે આનંદ મેળાનું આયોજન યોગેશ રાણા નામના ગોધરાના જ વ્યક્તિ દ્વારા કરવા આવ્યું હતું. પરંતુ કોણ જાણે યોગેશ રાણા ના આયોજનને કોની નજર લાગી !

નજર એવી તો લાગી કે લાખો રૂપિયાનો નુકસાન વેઠવાનો વારો આવ્યો. આનંદ પ્રમોદ, મનોરંજન મેળવવાના સ્થળને કોઈ વિઘ્નસઁતોષીઓ દ્વારા જ્ઞાતિ-જાતિના વાડામાં વહેંચી નાખવામાં આવ્યું.

અને પછી એક પછી એક રોજ નવા નવા કારણો આગળ ધરીને જાણે આ અનંદમેળો આનંદ મેળો રહે જ નહીં એવા પ્રયાસો શરૂ થયા અને એ પ્રયાસોમાં એ વિઘ્નસઁતોષીઓને સફળતા પણ મળી ગઈ અને આનંદ મેળો થઈ ગયો બંધ.

ગૌરીવ્રતના છેલ્લા દિવસે પણ કુવારીકાઓ મેળાના સ્થળેથી નારાજ થઈ પરત ફરી

ગૌરીવ્રતના છેલ્લા દિવસે પણ કુવારીકાઓ મેળાના સ્થળેથી નારાજ થઈ પરત ફરી હતી. કેવી રીતે આ સ્થિતિનું નિર્માણ થયું એ પણ જાણો. ગોધરાના લાલબાગ મેદાન નગરપાલિકાની માલિકીનું છે, જે મેદાનમાં આનંદમેળાનું આયોજન ગોધરાના જ યોગેશ રાણા દ્વારા પાર્ટનરશિપમાં કર્યું.

પાલિકામાંથી એક મહિના માટે મેદાન ભાડે રાખીને આનંદમેળાની જરૂરી સરકારી પરવાનગીઓ લેવા માટેની પણ કાર્યવાહીઓ કરવામાં આવી અને તે પરવાનગીઓ મળવામાં મેળામાં રાખવામાં આવેલ રાઈડની એન ઓ સી આપતી કમિટી ગોધરામાં ન હોવાને લઈને તે એન ઓ સી તાત્કાલિક ન મળતા વધુ કાર્યવાહી માટે સંબંધિત વિભાગ દ્વારા વડોદરા ખાતે મોકલવામાં આવ્યું અને આ તરફ આયોજકો દ્વારા મંજૂરીની અપેક્ષાએ તેમજ તહેવારના દિવસો શરૂ થતાં આનંદ મેળાની શરૂઆત કરી દીધી.

જેવી આ આનંદ મેળાની શરૂઆત થઈ કે કેટલાંક ચોક્કસ વિઘ્નસઁતોષીઓના પેટમાં તેલ રેડાયું અને પછી શરૂ થયું એક ચોક્કસ અભિયાન, યેનકેન પ્રકારે આ આનંદમેળામાં આનંદ રહેવો જ ના જોઈએ.

અને તેના ભાગરૂપે જ પ્રથમ હિન્દૂ મુસ્લિમ કાર્ડ ફેંકવામાં આવ્યું તેમાં સફળતા ન મળી તો મેળાની પરમિશન જ નથી તેવું આવ્યું, પોલીસ દ્વારા હવે પરમિશન માંગવામાં આવી અને જો પરમિશન ન હોય તો મેળો બન્ધ કરી દેવા જણાવાયું.

અરે સાહેબ પરમિશનની અપેક્ષાએ તો મેળાની શરૂઆત થઈ હતી

અરે સાહેબ પરમિશનની અપેક્ષાએ તો મેળાની શરૂઆત થઈ હતી, અને પરમિશનની જ વાત હતી તો આયોજકનું માનીએ તો શરૂઆતના દિવસોમાં કેમ પરમિશન ન માંગવામાં આવી ત્યારે તો પૂરતો પોલીસ બંદોબસ્ત સ્થળ પર ફાળવવામાં આવ્યો હતો.

તું કોંગ્રેસમાં છું તું ભાજપમાં આવી જા

ખેર વાત અહીંથી ન અટકતા આયોજક યોગેશ રાણાનું માનીએ તો તેમના દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે તું કોંગ્રેસમાં છું તું ભાજપમાં આવી જા, યોગેશ રાણા પંચમહાલ કોંગ્રેસ માં જિલ્લા મંત્રી તરીકેના હોદ્દા પર હોઈ તેઓ હિન્દૂ સિવાયની અન્ય જ્ઞાતિના લોકોને આનંદ મેળામાં પ્રવેશ આપે છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

કેટલાક અસામાજિક તત્વો દ્વારા આયોજક પાસે હપ્તો પણ માંગવામાં આવ્યો

યોગેશ રાણા દ્વારા કોંગ્રેસ ના પદ પરથી પણ તાત્કાલિક રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. તેમના જણાવ્યાનુસાર કેટલાક નેતાઓ દ્વારા તેમને ભાજપ જોઈન કરવા માટે પણ જણાવાયું હતું. તો બીજી તરફ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આયોજક પાસે હપ્તો પણ માંગવામાં આવ્યો હતો.

આનંદ મેળો બન્ધ થઈ જતા કેટલાય લોકોની રોજગારી છીનવાઈ

જોકે જે કાંઇપણ હોઈ આનંદ મેળો બન્ધ થઈ જતા કેટલાય લોકોની રોજગારી છીનવાઈ છે તો બીજી તરફ આયોજકોને પણ ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સમગ્ર મામલે જિલ્લા કલેકટર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે.

આનંદ મેળો, લાલબાગ મેદાન, ગોધરા

Related posts

શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર સંભાળશે,

elnews

જેઠ તેના વસ્ત્રો ઉતારી મહિલા સામે ઓપન થઈને આવ્યો..

elnews

સુરતઃ લિંબાયતમાં ગુજરાતનો સૌથી મોટો દહીંહંડી કાર્યક્રમ

elnews

Leave a Comment

error: Content is protected !!