20.2 C
Gujarat
January 11, 2025
EL News

ગોધરા શહેરના રણછોડજી મંદિર પાસે આવેલી બે વાસણની દુકાનમાં શોર્ટસર્કિટ થી લાગી આગ.

Share

Godhra, Panchmahal:

ગોધરા માં ભારે વીજ કડાકા ભડાકા સાથે વરસાદ (rain) થતાં રણછોડજી મંદિર પાસે વીજળી (thunder) પડતાં બે દુકાનો માં શોર્ટસર્કિટ (shotcircuit) થતાં આગ ની ઘટના બનવા પામી હતી.ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં આવેલ રણછોડજી મંદિર પાસે આવેલી બે વાસણની દુકાનમાં શોર્ટસર્કિટ થી આગ (fire) ફાટી નીકળી હતી જેના લીધે આજુબાજુ વિસ્તારમાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો આગના બનાવની જાણ ગોધરા ફાયર બ્રિગેડના જવાનોને થતા ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા શહેરના શહેરા ભાગોળ રણછોડજી મંદિર પાસે બે વાસણની દુકાનમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી દુર્ઘટના પગલે આજુબાજુના દુકાનદારો ને જાણ થતાં દોડી આવ્યા હતા દુકાનદારો એ સમય સૂચકતા વાપરીને વાસણની દુકાનમાંથી તમામ સાધન સામગ્રી રસ્તા પર બહાર મુકી દીધી હતી.

જો કે આગ વધુ લાગી હોત તો બાજુમાં આવેલ કપડાના શો રૂમ સહિત ની દુકાનો આગની લપેટમાં આવી હોત તો મોટાપાયે નુકસાન થવાની સંભાવના હતી ગોધરા ફાયર બ્રિગેડના ફાયર ઈન્સ્પેક્ટર પ્રવીણસિંહ સોલંકી એ જણાવ્યું હતું કે વાસણની દુકાનમાં શોર્ટ સર્કિટ લાગવાથી આગ લાગી હતી ફાયર બ્રિગેડ ની ટીમે સમયસર દોડી જઇ ને આગ પર કાબુ મેળવ્યો હતો.

Related posts

રાજકોટવાસીઓમાં આનંદ એશિયાટિક લાઈન સફારી પાર્ક બનશે

elnews

400 થી વધુ ટી.પી. સ્કીમ પબ્લિક ડોમેઇનમાં નાગરિકોની જાણકારી માટે મૂકાયા…

elnews

વડોદરા ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ આપ્યું રાજીનામું

elnews

Leave a Comment

error: Content is protected !!