17.9 C
Gujarat
January 17, 2025
EL News

પંચમહાલ પોલીસ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોનું દિલ ધડક રેસ્ક્યું.

Share

ગોધરા, પંચમહાલ: 

પંચમહાલ સહિત સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે તેવામાં પંચમહાલ જિલ્લામાં ગઇ કાલ સાંજથી મુશળદાર વરસાદ વરસી રહ્યો છે. ગોધરામાં માત્ર 4 કલાકમાજ 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેથી શહેરના નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાઇ જવા પામ્યું હતું. પાણી ભરાયાં ની ઘટના ને ધ્યાન માં લઇ પંચમહાલ પોલીસ દ્વારા નીચાણ વાળા રસ્તાઓ, કોઝ વે, અંડર બ્રિજ વગેરે જેવા જોખમી વિસ્તારોમાં નાકા બંધી કરવામાં આવી હતી જેથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને.

કાર સહીત ચાર લોકો નું રેસ્ક્યુ

ભારે વરસાદના પગલે ગોધરા નજીક ગદુકપર રોડ પર આવેલ પાણી ભરાયેલ કોઝ વે માંથી પસાર થવાનો પ્રયત્ન કરતા ચાર લોકો સહિત કાર કોઝ વે માં ફસાઈ જતા તેની જાણ પોલીસને થતાં ગણતરીના સમયમાં ડી વાય એસ.પી સી. સી. ખટાણા સહિત અન્ય અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી અને 4 લોકો સાથે કારનો દિલ ધડક રેસ્કયું હાથ ધરી 4 લોકોને સહી સલામત પાણી માંથી બહાર લાવ્યા હતા.

ભુરાવાવ, ગોધરા

ગતરાત્રે પંચમહાલ જિલ્લા માં ગોધરા સહીત ના વિસ્તારો માં ભારે વરસાદ થતા પંચમહાલ પોલીસ ને પાણી ભરાયાં ની ઘટના અંગે જાણ થતા પંચમહાલ પોલીસ ના અધિકારીઓ દ્વારા રાત્રીના સમયે ભારે વરસાદ માં પેટ્રોલિંગ હાથ ધરી નીચાણ વાળા પાણી ભરાયેલ વિસ્તારોમાંથી પાણીમાં ફસાયેલા લોકોને રેસક્યું કર્યું હતું . તેમજ લોકો ને સલામત રહેવા પેટ્રોલીંગ વાનમાં થી માહીતગાર કરાયા હતા.

Related posts

Panchmahal: આ રીતે દર મહિને ૮ હજાર કમાય છે, તમે પણ કમાઇ શકો.

elnews

ગુજરાતમાં કડક દારૂબંધી કરો અથવા દારૂની છુટ્ટી કરીદો: સરલા વસાવા

elnews

ખુશ્બૂ ગુજરાત કી – 12 વર્ષ બાદ મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતની નવી જગ્યાઓનું કરશે પ્રમોશન

elnews

1 comment

Binal July 12, 2022 at 1:34 pm

Great job 🙇🙇

Reply

Leave a Comment

error: Content is protected !!