26.6 C
Gujarat
September 19, 2024
EL News

નવરાત્રિમાં અમદાવાદીઓને મળશે મેટ્રો ટ્રેનની ભેટ

Share
Ahmedabad :

નવરાત્રિને આડે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નવરાત્રિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદીઓને એક ભેટ આપવાના છે. નવરાત્રિના પાંચમા નોરતે એટલે કે 30 સપ્તમબરના રોજ વડાપ્રધાન મોદી હેલ્મેટ સર્કલ પાસેથી ટ્રેનને લીલીઝંડી આપશે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1માં થલતેજથી વસ્ત્રાલ સુધીના રૂટની મેટ્રો ટ્રેનનો વડાપ્રધાન મોદી શુભારંભ કરાવશે.

 

PANCHI Beauty Studio
Advertisement

જણાવી દઈએ કે હાલમાં અમદાવાદમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન ચાલી રહી છે. ત્યારે હવે અમદાવાદના ફેઝ-1ના રૂટ પર માત્ર ગણતરીના દિવસો બાદ જ મેટ્રો ટ્રેન દોડતી જોવા મળશે. મળતી માહિતી અનુસાર, ફેઝ-1નું કામ હવે બસ પૂર્ણ થવાને આરે છે. આ રુટ પર આવતા 38 સ્ટેશનોનું નિરીક્ષણ પણ કરી લેવામાં આવ્યું છે.

29 અને 30 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે અમદાવાદના થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીના ફેઝ-1ના રુટ પર વડાપ્રધાન મોદી મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપીને શુભારંભ કરાવશે. ત્યારે હવે એવું જણાઈ રહ્યું છે કે અમદાવાદીઓની આતુરતાનો અંત નજીક છે.

આ પણ વાંચો… જો તમે ગેસથી પરેશાન છો, તો તરત જ આ વસ્તુઓથી દૂર રહો

અમદાવાદ કોર્પોરેશન, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને પોલીસ તંત્રએ આની તૈયારીઓ શરુ કરી દીધી છે. અહેવાલો અનુસાર, મેટ્રો શરુ થશે એના પહેલા દિવસે ટિકિટ માત્ર 5 રૂપિયા જ હશે. જયારે બીજા દિવસોમાં APMCથી વસ્ત્રાલ સુધીનું મેટ્રો ટ્રેનનું ભાડું 25 રૂપિયા હશે. થલતેજથી વસ્ત્રાલ ગામ સુધી પણ 25 રૂપિયામાં જ મુસાફરી કરી શકાશે.

ઉલ્લખનીય છે કે અમદાવાદમાં સીટી બસ અને બીઆરટીએસ બસો પહેલાથી ચાલે છે. ત્યારે મેટ્રો શરુ થયા બાદ લોકો ભીડની સાથે સાથે ભાડામાં પણ રાહત મળશે. પૂર્વ અને પશ્ચિમ શહેરની જોડતા આ રૂટમાં થલતેજ ગામ, દૂરદર્શન કેન્દ્ર, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, સ્ટેડિયમ, જૂની હાઈકોર્ટ, શાહપુર, ઘી કાંટા, કાલુપુર રેલવે સ્ટેશન, કાંકરિયા પૂર્વ, એપરેલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, ​નિરાંત ક્રોસ રોડ અને વસ્ત્રાલ ગામ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સિવાય કનેક્ટિવિટી માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ઈ-રિક્ષા ચલાવવાનો પ્લાન કરી રહ્યું છે. મેટ્રો રેલ કોર્પોરેશન એ અંગ પણ વિચારણા કરી રહ્યું છે કે મુસાફરો મંત્રો સ્ટેશનથી મહત્ત્વના સ્થળો સુધી ઝડપથી પહોંચી શકે, આ માટે પણ વ્યવસ્થાઓ કરે. સેન્ટ્રલ બસ સ્ટશન અને અને રેલવે સ્ટેશનને મેટ્રો સ્ટેશન સાથે સીધા જોડવા માટે ઈ-રિક્ષા દોડતી કરવાનો પણ પ્લાન બનાવવામાં આવ્યો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

માવઠાથી નુકસાનના વળતર મામલે સરકાર કરશે જાહેરાત

elnews

રાજકોટ: પોતાને કલ્કી અવતાર માનનારા રમેશચંદ્રે ફેફરે

elnews

ગુજરાતના નવા DGP કોણ બનશે ?

elnews

Leave a Comment

error: Content is protected !!