31.2 C
Gujarat
September 15, 2024
EL News

એએમસી દ્વારા કેનાલના નવીનીકરણ માટે 467 કરોડ મંજૂર

Share
Ahmedabad :

એએમસી દ્વારા અમદાવાદમાં ખારીકટ કેનાલના નવીનીકરણ માટે 467 કરોડના કામો મંજૂર કરાયા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલની મોટી સમસ્યાનો લોકોને સામનો કરવો પડી રહ્યો હતો. આ સમસ્યાના નિવારણ માટે અગાઉ બજેટમાં તેના ડેવલપમેન્ટ માટેના કામોની દરખાસ્ત પણ મુકાઈ હતી ત્યારે આ દિશામાં કામગિરી તેજ બની છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલનું પાંચ તબક્કામાં રૂ. 1200 કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે. ત્યારે આજે પાણી અને ગટર વ્યવસ્થા સમિતિની મળેલી બેઠક બાદ રૂ. 467 કરોડના કામો મંજૂર કરાયા છે. ખારીકટ કેનાલના વિકાસ માટે પાંચ તબક્કામાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.

PANCHI Beauty Studio
Advertisement

દિવાળી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ વિવિધ ફેઝમાં આ કામોને મંજૂરી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો… બાળકો માટે ઝડપથી ચીલી ચીઝ નૂડલ્સ બનાવવાની રેસીપી

ત્યારે પૂર્વ વિસ્તારની અંદર નરોડા સ્મશાનગૃહથી નવયુગ સ્કૂલ અને ઓઢવ ફાયર સ્ટેશનથી વસ્ત્રાલ સુધીના તબક્કાના બે આરસીસી પ્રીકાસ્ટ બોક્સને વિવિધ કામોને મંજૂરી અપાઈ છે.

પાણી અને ગટર વ્યવસ્થા સમિતિએ આજે  467 કરોડના કામો મંજૂરી આપી છે. કોર્પોરેશન અને કન્સલ્ટન્ટનો રિપોર્ટ મળ્યા બાદ કંપની દ્વારા કેટલું કામ થયું છે. ફેક્ટરી આવેલી છે તે કેટલા કિલોમીટર છે. ત્યાર બાદ તેને મંજૂરી આપવામાં આવી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદના મેયરને કાઉન્સિલરે ગાયની પ્રતિકૃતિ આપી

elnews

અમદાવાદ જિલ્લામાં ‘અવસર લોકશાહીનો’ અભિયાન નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર

elnews

સુરત: મોંઘવારીની આડઅસર, શાકભાજી માર્કેટમાંથી ચોર ટાંમેટા ચોરીને ફરાર

elnews

Leave a Comment

error: Content is protected !!