28.8 C
Gujarat
October 9, 2024
EL News

અમદાવાદ – તથ્ય પટેલ કેસ મામલે 1684 પાનાની ચાર્જસીટ કરાઈ ફાઈલ,

Share
 Ahemdabad, EL News

અમદાવાદમાં તથ્ય પટેલ મામલે એક જ સપ્તાહમાં ચાર્જસીટ ફાઈલ કરવામાં આવી છે. 191 સાક્ષીઓ નિવેદન લેવાયા છે. 15 દસ્તાવેજ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.એક સપ્તાહમાં ચાર્જસીચટ ફાઈલ આજે પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત મુદ્દામાલ, સીડી અને પેનડ્રાઈવ આવતીકાલે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત કલમ 173 (8) મુજબ વધુ તપાસ થશે.

Measurline Architects

ચાર્જસીટ ફાઈલ કરાયા બાજ અમદાવાદ સીપીએ પ્રેસ મીડિયા સમક્ષ કહ્યું કે, 20 જુલાઈની અકસ્માતની ઘટનામાં 9 લોકોનું મોત થયું હતું. જેમાં 3 પોલીસ કર્મી પણ સામેલ હતા. એક ટીમ એડીશન કમિશનર ઓફ ટ્રાફિક કે જેમની અધ્યક્ષતામાં બનાવવામાં આવી હતી. આ ટીમે રાત દિવસ મહેનત કરીને તલસ્પર્શી તપાસ કરી છે. આ ચાર્જસીટ આજે ફાઈલ કરી છે. જેમાં સાયન્ટીફીક એવીડન્સ પણ મેળવ્યા છે. જેમાં સાક્ષીના પણ સ્ટેટમેન્ટ પણ લીધા છે.

તમામ પુરાવાઓ મહત્વના છે અને એ પુરાવાઓના આધારે સુનિશ્ચિત થશે કે આરોપીને સજા થાય. 13 લોકોને સમયસર સારવાર અપાતા જીવ બચ્યો છે. 1684 પાનાની ચાર્જસીટ ફાઈલ કરાઈ છે. અત્યાર સુધી આ કેસ મામલે 50થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે.  અમદાવાદ પોલીસ દ્વારા બેફામ ડ્રાઈવ કરે છે તેમના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન બદલ 21 જુલાઈથી અત્યાર સુધીમાં 1500 જેટલા કેસો કરવામાં આવ્યા છે. તેમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો…     બાળકો બની રહ્યા છે માનસિક રીતે નબળા, કોરોના રોગચાળા પછી વધી ગયું જોખમ,

રાત્રિના સમયે ટ્રાફિક પોલીસ પરમેનેન્ટ ડીપ્લોય કરાશે
વધુમાં તેમણે કહ્યું કે, પરમેનેન્ટ સોલ્યુશન આવે તે પ્રકારની ડ્રાઈવ મામલે એક એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં રાત્રિના સમયે ટ્રાફીક પોલીસને પરમાનેન્ટ ડીપ્લોય કરાશે. ટ્રાફીક પોલીસ જે તે વિસ્તારમાં આ પ્રકારે ઓવર સ્પીડ, ગફલત ભરી રીતે વાહનો ચલાવવા તે મામલે કાર્યવાહી કરશે. આવા તમામ વિસ્તારોમાં કામગિરી પોલીસ તરફથી કરાશે. આ ઉપરાંત કેફે મામલે કહ્યું કે, કેફે નિયમ પ્રમાણે તેઓ ચલાવી શકે છે આ સાથે ફરવા નિકળે ત્યારે કોઈને રોકી ન શકાય પરંતુ રસ્તા પર યોગ્ય વર્તન કરવું જોઈએ અને શિસ્તમાં રહેવું જરુરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પંચમહાલ જીલ્લા દ્વારા જીલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

elnews

વિદેશના ડેલીગેટ્સની હાજરીમાં G20ની 3જી મિટીંગ ગુજરાતમાં એકતાનગર ખાતે મળી

elnews

સૂરતમાં ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે

elnews

Leave a Comment

error: Content is protected !!