28.7 C
Gujarat
April 28, 2024
EL News

જિલ્લાના નાગરિકો ૧૨ જાન્યુઆરી સુધી તાલુકા અને ૧૦ જાન્યુઆરી સુધી જિલ્લા કક્ષાએ અરજી કરી શકશે: સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ

Share
The Eloquent, Shivam Vipul Purohit:

પંચમહાલ જિલ્લામાં આગામી ૨૪ જાન્યુઆરીના રોજ તાલુકા સ્વાગત અને ૨૫ જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જિલ્લાના નાગરિકો ૧૨ જાન્યુઆરી સુધી તાલુકા અને ૧૦ જાન્યુઆરી સુધી જિલ્લા કક્ષાએ અરજી કરી શકશે.

ગોધરા ગ્રામ્ય,શહેર અને તાલુકાની જાહેર જનતા તથા જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, મુખ્યમંત્રી ના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪/૦૧/૨૦૨૪ ના રોજ સવારના ૧૧ કલાકથી પુર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે જ્યારે જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૦૧/૨૦૨૪ને ચોથા ગુરૂવારના રોજ સવારના ૧૧.૦૦ કલાકથી પુર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે.

સંબંધકર્તા નાગરિકોએ તેઓના (સેવાકીય, કોર્ટમેટર, રહેમરાહે નોકરી, પેન્શન સિવાયના પ્રશ્નો લેખિતમાં તાલુકા સ્વાગતમાં તા.૧૨/૧૨/૨૦૨૪ સુધીમાં તથા જિલ્લા કક્ષાએ તા.૧૦/૧૨/૨૦૨૪ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જાહેર રજા સિવાયના દિવસો દરમ્યાન રજુ કરવાના રહેશે.અરજી ઉપર “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તથા “જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ”ના મથાળા હેઠળ અરજી એવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.

આ પણ વાંચો વડોદરા સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે શરૂ કરાયો રિલેક્સ ઝોન

આ સાથે લાંબા સમયના જ પડતર પ્રશ્નો અંગે જ અરજી કરવાની રહેશે, જિલ્લા સ્વાગતમાં અરજી કરતાં પહેલા કોઈ પણ અરજદારે સૌપ્રથમ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ત્યારબાદ જે કચેરીનો પ્રશ્ન હોઈ ત્યા અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોઈ, જિલ્લા કક્ષાનો પ્રશ્ન હોય તો જિલ્લાના જવાબદાર અધિકારી ને કરેલ રજુઆતની નકલ સહ અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નોનો જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા જ તેમજ કોર્ટ મેટર થયેલ ન હોઈ તેવા જ પ્રશ્નો હોવા જોઈએ, આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજુઆત કરાવી શકાશે નહિ, આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે સામૂહિક રજુઆતો કરી શકશે નહિ.

 

સ્વાગત કાર્યક્રમ માટે
(૧) લાંબા સમયના જ પડતર પ્રશ્નો અંગે જ અરજી કરવાની રહેશે.
(ર) તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારી ને કરેલ રજુઆતની નકલ સહ અરજી કરવાની રહેશે.
(3)આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નોનો તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા જ તેમજ સેવાકીય, કોર્ટમેટર, રહેમરાહે નોકરી, પેન્શન, નિતિવિષયક તથા આક્ષેપો સિવાયના પ્રશ્નો હોવા જોઈએ.
(૪ )આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજુઆત કરાવી શકાશે નહિ.
(૫) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામૂહિક રજુઆતો કરી શકશે નહિ તેમ જન સંપર્ક અધિકારી ટુ કલેકટર પંચમહાલ અને મામલતદાર ગોધરા શહેર અને ગ્રામ્યએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
આ પણ વાંચો વર્ષના પહેલા સૂર્યકિરણની સાક્ષીએ સરદાર સાહેબના સાનિધ્યમાં સૂર્યનમસ્કાર

Related posts

નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે રાજકોટવાસીઓ તૈયાર

elnews

10 માર્ચ ૨૦૨૩ એ લેન્ડ ગ્રેબિંગ ફિલ્મ સિનેમા નાં સોનેરી પડદાં ઉપર ચમકશે…

elnews

ભરતી: પોસ્ટ એજન્ટની નિયુક્તી માટે વોક-ઇન-ઈન્ટરવ્યુ.

elnews

Leave a Comment

error: Content is protected !!