28 C
Gujarat
September 13, 2024
EL News

PORBANDAR:જન્માષ્ટમી નજીક આવતા બજારમાં ખરીદીનો માહોલ જામ્યો.

Share
Porbandar:

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારનું ખાસ મહત્વ રહેલું છે. કારણ કે આ તહેવારો દરમિયાન ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવે છે.

કોરોનાકાળના બે વર્ષ બાદ આ વર્ષે પોરબંદરમાં જન્માષ્ટમીના પાંચ દિવસના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં ખરીદીનો માહોલ જામતો ન હતો.

જેના કારણે વેપારીઓમાં નિરાશા વ્યાપી ગઇ હતી. જો કે તહેવાર નજીક આવતા જ બજારમાં ધીમે ધીમે ખરીદીનો માહોલ જામતા વેપારીઓના ચહેરામાં થોડી રોનક આવી છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર કોરોનાકાળને કારણે લોકો આર્થિક મંદીમાં સંકળાયા હતા આ ઉપરાંત જીએસટીને લઇને પણ મોંઘવારીએ માજા મુકી હતી. જેની અસર જન્મષ્ટમીના તહેવારમાં જોવા મળી હતી.

જેથી શ્રાવણમાસના પ્રારંભથી બજારમાં ખરીદીમાં નિરશતા જોવા મળી હતી. જેથી વેપારીઓ પણ મુંઝવણમાં મુકાયા હતા.

પોરબંદરમાં જન્માષ્ટમીનો તહેવારમાં લોકો કપડા, બૂટ, કટલેરી સહિતની વસ્તુઓની સૌથી વધુ ખરીદી થાય છે. કારણ કે પોરબંદરમાં પાંચ દિવસના લોકમેળાની તૈયારીઓ લોકો કરે છે અને ખરીદી પણ એટલી જ કરે છે.

જન્માષ્ટમીના તહેવારમાં અર્થતંત્રને પણ બુસ્ટર ડોઝ મળે છે. પરંતુ કોરોનાકાળના બે વર્ષ લોકો માટે કપરા રહ્યાં હતા અને ક્યાંક આર્થિક સંકટ પણ ઉભુ થયું હતું.

હજુ આની કળ વળી નથી ત્યાં જીએસટીના કારણે પણ મોંઘવારી જોવા મળી રહી છે. કોરોનાનું સંકટ હવું થયું છે અને મેળાનું આયોજન થતા વેપારીઓ ગેલમાં આવી ગયા હતા અને ખરીદી પણ કરી લીધી હતી.

પરંતુ શરૂઆતના દિવસમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો ન હતો અને બજારોમાં ભીડ પણ જોવા મળતી ન હતી. આવી સ્થિતીમાં વેપારી વર્ગ ચતામા મૂકાયો હતો.

જો કે તહેવાર નજીક આવતા છેલ્લા બે-ત્રણ દિવસથી લોકોએ ખરીદી કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે બજારમાં થોડી તેજી દેખાય છે. જેના કારણે વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે.

જો કે અગાઉના વર્ષો કરતા જન્માષ્ટમીના તહેવારમાં ખરીદીમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. હાલ બજારમાં ૬૦ ટકા જેવી ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે રહી રહીને પણ ખરીદી નિકળતા વેપારીઓ હાલ ચતામુક્ત થયા છે. તો બીજી તરફ લોકો મેળાની મજા માણવા પણ આતૂર બન્યા છે.


રાજનીતિ, શિક્ષણ, નોકરી, ધંધો, હેલ્થ, બ્યુટી, ફેશન તથા વિવિધ લેટેસ્ટ કન્ટેન્ટ માટે પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો Elnews https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલ સુભાષ જનરલ સ્ટોર પર રેડ કરી સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડયો

elnews

સુરતમા હિન્દૂ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો

elnews

સુરતમાંથી રૂ 2.17 કરોડના MD ડ્રગ્સ સાથે એક ઝડપાયો

elnews

Leave a Comment

error: Content is protected !!