22.9 C
Gujarat
March 22, 2023
EL News

Skin Care Tips:આ રીતે ઘરે જ હની ફેસ ક્લીંઝર બનાવો

Share
Health- Tip , EL News

Skin Care Tips: ત્વચા નિસ્તેજ દેખાય છે? તો આ રીતે ઘરે જ હની ફેસ ક્લીંઝર બનાવો

PANCHI Beauty Studio

આજના સમયમાં તમે તમારી ત્વચાના પ્રકાર અનુસાર ઘણા પ્રકારના ફેસ વોશ સરળતાથી બજારમાં મેળવી શકો છો. પરંતુ ઘણી વખત આ ફેસવોશ ચહેરા પરથી ગંદકીને સંપૂર્ણપણે દૂર કરી શકતા નથી જેના કારણે ત્વચા નિસ્તેજ દેખાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે ઘરે જ હની ફેસ ક્લીંઝર બનાવવાની રીત લાવ્યા છીએ. મધમાં એવા ઘણા ગુણ હોય છે, જે તમારા ચહેરાની આખી ગંદકીને સારી રીતે સાફ કરે છે અને ત્વચાને ઊંડેથી મોઇશ્ચરાઇઝ્ડ રાખે છે.

આ સિવાય હની ક્લીંઝર છિદ્રોને ખોલવા માટે ફાયદાકારક છે. આટલું જ નહીં મધ તમારા ચહેરાની ડેડ સ્કિનને દૂર કરીને કોમ્પ્લેક્શન પણ સુધારે છે, તો ચાલો જાણીએ હની ફેસ ક્લીન્સર કેવી રીતે બનાવી શકાય….

આ પણ વાંચો…રાજકોટ:વ્યાજ વસૂલવા વ્યજખોરે વેપારીના પુત્રનું કર્યું અપહરણ

હની ફેસ ક્લીન્સર બનાવવા માટે જરૂરી સામગ્રી-
મધ બે ચમચી
નાળિયેર તેલ એક ચમચી

હની ફેસ ક્લીન્સર કેવી રીતે બનાવશો?
હની ફેસ ક્લીંઝર બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ લો.
પછી તમે તેમાં બે ચમચી મધ અને એક ચમચી નારિયેળ તેલ ઉમેરો.
ત્યાર બાદ આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.
હવે તમારું હની ફેસ ક્લીંઝર તૈયાર છે.

હની ફેસ ક્લીન્સરનો ઉપયોગ કેવી રીતે કરવો?
જ્યારે પણ તમે તમારો ચહેરો સાફ કરવા માંગતા હોવ ત્યારે હની ફેસ ક્લીંઝરનો ઉપયોગ કરો.
પછી તમે તેને ચહેરા પર લગાવો અને હળવા હાથે ઘસો.
આ પછી ચહેરાને પાણીથી સારી રીતે ધોઈ લો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વજન ઘટાડવાની યાત્રામાં શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલો?

elnews

નૃત્ય: સંપૂર્ણ શારીરિક કસરત, શારીરિક અને માનસિક રીતે બનાવે સક્ષમ.

elnews

ચહેરા પર સફાઈ કર્યા પછી ભૂલથી પણ ન કરો

elnews

Leave a Comment

error: Content is protected !!