28.3 C
Gujarat
October 8, 2024
EL News

માવઠાથી નુકસાનના વળતર મામલે સરકાર કરશે જાહેરાત

Share
Gandhinagar, EL News

માવઠાથી નુકસાનના વળતર મામલે સરકાર કરશે જાહેરાત, સીએમને સોંપાયો રીપોર્ટ

Measurline Architects

માવઠાના કારણે થયેલા નુકસાનીના વળતર મામલે સર્વેની કામગિરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર કૃષિ વિભાગ તરફથી સર્વે કરાવીને સીએમને રીપોર્ટ પણ સોંપી દેવામાં આવ્યો છે. જેમાં આગામી સમયમાં એસડીઆરએફના નિમયોને ધ્યાનમાં રાખી નુકસાની પેટે વળતર કૃષિ વિભાગ દ્વારા ચૂકવવામાં આવશે.

  • માવઠાથી નુકસાનના વળતર મામલે સરકાર કરશે જાહેરાત
  • માવઠાથી નુકસાનીના સર્વેની કામગિરી પૂર્ણ
  • આગામી બે દિવસમાં જાહેરાતની શક્યતા
  • નુકસાનીના સર્વેનો રીપોર્ટ સીએમને સોંપવામાં આવ્યો
  • કૃષિ વિભાગ દ્વારા રીપોર્ટ સોંપવામાં આવ્યો

આ પણ વાંચો…ઉછીના રૂપિયા લઈ શરૂ કરી ઈનવેસ્ટમેન્ટ કંપની

માવઠાથી નુકસાનીના સર્વેની કામગિરી માર્ચ મહિનાથી થઈ રહી હતી ત્યારે આ કામગિરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જેથી આ મામલે સર્વે બાદ સહાયની રાહ જોઈ રહેલા ખેડૂતોને નુકસાની બદલ વળતર અપાશે. જેમાં કેટલાક જિલ્લાઓ જેમ કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક પાકોને નુકસાનની રાવ ઉઠી હતી.

આગામી બે દિવસમાં જાહેરાતની શક્યતા છે. જેમાં ધારાધોરણ મુજબ સર્વેના આધારે જિલ્લા અને તાલુકામાં થયેલા નુકસાનનું વળતર મળશે. નુકસાનીના સર્વેનો રીપોર્ટ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે ત્યાં બીજી તરફ ક્યાંય હજૂ પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે અગાઉ ઉભેલા પાકને નુકસાન પણ પહોંચ્યું છે. કૃષિ વિભાગ દ્વારા  જિલ્લા સ્તરે અને તાલુકા સ્તરે કામગિરી કરીને રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જે હવે  સીએમને સોંપવામાં આવ્યો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટમાં પીવાનું પાણી નહીં તો મત નહીંના બેનરો લાગ્યા

elnews

અમદાવાદ – ખોખરા વિસ્તારમાં ભૂસ્ખલનનો સિલસિલો યથાવત છે

elnews

પાનમ ડેમમાં નવાનીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ, જાણો કેટલા ક્યુસેક થઈ નવા નીરની આવક…

elnews

Leave a Comment

error: Content is protected !!