36.8 C
Gujarat
May 5, 2024
EL News

ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ બન્યું તેજ, જાણો ક્યાં પહોંચું કામ

Share
 Gujarat, EL News

બુલેટ ટ્રેનનું કામ ગુજરાતમાં તેજ ગતિથી ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનના પીલર બનાવવાથી લઈને વાયડક્ટને જોડવાની પ્રક્રીયા ઝડપી બની છે.

Measurline Architects

દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્રણ રાજ્યોમાંથી પસાર થતા આ પ્રોજેક્ટના 352 કિલોમીટરના કોરિડોરમાં વાયડક્ટ સુધીનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અન્ય કામ પણ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. એટલું જ નહીં ગુજરાતમાં આવતા સુરત, આણંદ, બીલીમોરા અને અમદાવાદ સ્ટેશનનું કામ પણ તેજ ગતિએ પૂર્ણ થઈ રહ્યું છે. સુરત અને આણંદ સ્ટેશનનું કામ કોન્કોર્સ સુધી પૂર્ણ કરવામાં આવ્યું છે.

બુલેટ ટ્રેન દ્વારા પ્રોજેક્ટ સાથે જોડાયેલ સાબરમતી મલ્ટી મોડલ હબનું કામ પૂર્ણ થયું છે. થોડા દિવસો પહેલા જાપાનના એક પ્રતિનિધિ મંડળે તેની મુલાકાત લીધી હતી અને બુલેટ ટ્રેનની પ્રગતિ જોઈ હતી. વલસાડમા થાંભલાના નિર્માણ બાદ ટ્રેક બેસાડવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો… રાજકોટમાં નોંધાયો વધુ એક લેન્ડ ગ્રેબીંગનો કેસ

અમદાવાદના સાબરમતી સ્ટેશન પર વાયડક્ટનું કામ ચાલી રહ્યું છે. આણંદ જિલ્લામાં મહી નદી પાસે પુલનું કામ આગળ વધી રહ્યું છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ દેખાઈ રહ્યું છે. આણંદ નજીકના મોટા ભાગમાં વાયડક્ટ લગાવવામાં આવ્યા છે. અમદાવાદમાં થાંભલાઓ બાંધ્યા બાદ વાયાડક્ટને જોડવાનું કામ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સંબંધિત તમામ સિવિલ વર્ક્સ માટેના એમઓયુ પૂર્ણ થઈ ગયા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદઃ શહેરના આ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

elnews

વડોદરા: આગામી 3થી 4 દિવસ ઓરેન્જ એલર્ટ,

elnews

વોટ્સએપ નંબર થકી પણ સીધા સીએમનો સંપર્ક કરી શકાશે

elnews

Leave a Comment

error: Content is protected !!