EL News

આ બેંકોના શેર દિવાળી પહેલા તમારા પોર્ટફોલિયોમમાં એડ કરો

Share
Business :
Diwali 2022:

ભારતના કરોડો લોકો બેંન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. ગરીબથી લઈને અમીર સુધી અને બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ બેંકમાં એકાઉન્ટ ખોલાવી શકે છે અને બેંકમાં પોતાની મૂડી જમા કરાવી શકે છે. તે જ સમયે બેંકોનો વ્યવસાય પણ ખૂબ મોટા ક્ષેત્રમાં ફેલાયેલો છે, જેના કારણે તેમની કમાણીનો વ્યાપ પણ વધે છે. ઘણી બેંકોના શેર પણ શેરબજારમાં લિસ્ટેડ છે, જે રોકાણકારોને ખૂબ સારું રિટર્ન આપી રહ્યા છે. આજે અમે તમને આવા જ કેટલાક મજબૂત બેન્કિંગ શેરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે આ દિવાળી પર તમારા પોર્ટફોલિયો (Share Market Portfolio) નો એક ભાગ પણ બનાવી શકો છો. આવા બેન્કિંગ શેર્સ માર્કેટ લીડર છે અને લોન્ગ ટર્મ (Long Tern Investment) સારું રિટર્ન પણ આપ્યું છે.

PANCHI Beauty Studio
Advertisement

SBI

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પબ્લિક સેક્ટરની સૌથી મોટી બેંક છે. ઓક્ટોબર 2020 માં, SBI શેરની કિંમત 200 રૂપિયાની નજીક હતી. જ્યારે 19 સપ્ટેમ્બર 2022 ના રોજ શેર 570 રૂપિયાની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. NSE પર આ સ્ટોકનો 52 વીક હાઈ  578.50 રૂપિયા છે અને 52 વીક લો પ્રાઈઝ 425 રૂપિયા છે. એસબીઆઈનો વ્યવસાય ખૂબ જ વિશાળ દાયરામાં છે અને બુક્સ પણ ખૂબ જ સારી રીતે જાળવે છે.

આ પણ વાંચો… જૈન રેસીપી: ડુંગળી-લસણ વગર બનાવો પનીરનું શાક

ICICI Bank

પ્રાઈવેટ સેક્ટરની બેંકમાં ICICI બેંકનું વર્ચસ્વ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યું છે. ICICI બેંક સતત ગ્રોથ દર્શાવી રહી છે. એપ્રિલ 2020માં બેંકના શેરની કિંમત 300 રૂપિયાની નજીક હતી. હવે 19 સપ્ટેમ્બર 2022ના રોજ ICICI બેંક 905 રૂપિયાના ભાવે ટ્રેડ કરી રહી છે. બેંકની 52 વીક હાઈ 936.65 રૂપિયા છે, જ્યારે 52 વીક લો 642.15 રૂપિયા છે. બેંક સતત પ્રોફિટ પણ નોંધાવી રહી છે.

HDFC Bank

HDFC બેંકને પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેંક માનવામાં આવે છે. એપ્રિલ 2020 માં બેંકના શેરની કિંમત લગભગ 800 રૂપિયા સુધી આવી ગઈ હતી. જો કે હવે બેંક 19 સપ્ટેમ્બર 2022ના રોજ 1507 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે. બેંકની 52 સપ્તાહની ઊંચી કિંમત 1725 રૂપિયા છે, જ્યારે 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 1271.60 છે. બેંકનો બિઝનેસ પણ નફામાં ચાલી રહ્યો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

બજારમાં હરિયાળી પરત: સેંસેક્સ-નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો

elnews

Go Firstની ફ્લાઇટ્સ કેન્સલ થતાં જ અન્ય એરલાઇન્સને મોજ

elnews

ભારતીય નોટો કાગળથી નહીં પણ આ સામગ્રીમાંથી બને છે

elnews

Leave a Comment

error: Content is protected !!