27.4 C
Gujarat
April 27, 2024
EL News

વડોદરા ઉદ્યોગોની નિકાસ રૂ.૧ લાખ કરોડ ઉપર પહોંચી

Share
વડોદરાઃ

કોરોનાકાળમાં દુનિયાભરમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને અસર થઈ હતી.જોકે ભારતની બીજા દેશોની નિકાસમાં વધારો થઈ રહ્યો છે અને તેની અસર વડોદરા સહિતના મધ્ય ગુજરાતના ઉદ્યોગોની નિકાસ પર પણ દેખાઈ રહી છે.

મધ્ય ગુજરાતના ઉદ્યોગોની નિકાસ હવે એક લાખ કરોડ રુપિયા પર પહોંચી છે.જે ભારતની કુલ નિકાસના એક ટકા છે. આજે ઈન્ટરનેશનલ ટ્રેડ અને લોજિસ્ટિક વિષય પર એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝ દ્વારા એક સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં હાજર રહેલા જોઈન્ટ ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ રાહુલ સિંઘે કહ્યુ હતુ કે, અમે પહેલી વખત મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓના એક્સપોર્ટના આંકડાઓને એકત્રિત કર્યા છે અને તે પ્રમાણે વડોદરા સહિત મધ્ય ગુજરાતમાંથી ૨૦૨૧-૨૨માં ૭૦ કરતા વધારે દેશોમાં ૧ લાખ કરોડ રુપિયાની નિકાસ થઈ છે.

જેમાં વડોદરા શહેર જિલ્લાના ઉદ્યોગોનો ફાળો ૩૪૦૦૦ કરોડ રુપિયા છે.નિકાસમાં ફાર્માસ્યુટિકલ્સ , કેમિકલ્સ, ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને જનરલ એન્જિનિયરિંગ પ્રોડક્ટસ મુખ્ય છે.તેમાં પણ ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ પ્રોડક્ટસનો નિકાસમાં ફાળો ૫૦ ટકા જેટલો છે.

તેમનુ કહેવુ હતુ કે, વડોદરા એકસ્પોર્ટ માટેનુ હબ બને તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે.આ માટે એક ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટિ બનાવાઈ છે અને તેના સૂચનોને અમલમાં મુકવામાં આવી રહ્યા છે.વડોદરામાં વરણામા નજીકનો નવો કન્ટેનર પાર્ક આ મહિનામાં કાર્યરત થઈ જશે.

ઉપરાંત દહેજ ખાતે પણ આ જ પ્રકારનો પાર્ક બની રહ્યો છે અને તેનાથી વડોદરા સહિત મધ્ય ગુજરાતની નિકાસમાં વધારો થશે. રાહુલ સિંઘે કહ્યુ હતુ કે, વર્તમાન વર્ષમાં ભારતની નિકાસ ૪૨૦ અબજ ડોલરથી વધીને ૪૫૦ અબજ ડોલર પહોંચશે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે અને વડોદરાની નિકાસ પણ વધશે તેવી આશા છે.

જાહેરાત
Advertisement

આ પણ વાચો..અમદાવાદ રિવરફ્રન્ટ પર અટલ બ્રિજ પર પૈસા આપીને જવું પડશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ – ખોખરા વિસ્તારમાં ભૂસ્ખલનનો સિલસિલો યથાવત છે

elnews

અદાણી ટોટલ ગેસ લિ.એ ’’કોર્પોરેટ્સ દ્વારા માર્ગ સુરક્ષામાં ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતા’’ માટેનો એવોર્ડ જીત્યો

elnews

WICCI અને National council of entertainment and Animation દ્વારા શહેર ના વાણિજ્ય ભવન હૉલ ખાતે ગઝલ ના કાર્યક્રમ ‘ગઝલ ની સંગાથે’ નુ સુંદર આયોજન થયું.

elnews

1 comment

અદાણી ગૃપ આ દિવસે 1.67 કરોડ શેર ખરીદવાની યોજના - EL News August 31, 2022 at 4:45 pm

[…] આ પણ વાચો…વડોદરા ઉદ્યોગોની નિકાસ રૂ.૧ લાખ કરોડ ઉ… […]

Reply

Leave a Comment

error: Content is protected !!