26.6 C
Gujarat
September 19, 2024
EL News

જો તમે ઘર બનાવવા જઈ રહ્યા છો તો વાંચો આ ખુશખબર,

Share
Business, EL News

ઘર બનાવવા માટે ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, બાંધકામ માટે લોખંડના સળિયા પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. ઘર બનાવવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. આ માટે પહેલા લાખો રૂપિયા જમા કરાવ્યા બાદ જમીન ખરીદવી પડે છે. આ પછી ઘર બનાવવા માટે પણ વધુ પૈસાની જરૂર પડે છે. તમે બેંક અથવા અન્ય કોઈ નાણાકીય સંસ્થા પાસેથી હોમ લોન પણ લઈ શકો છો.
PANCHI Beauty Studio
જો તમે ઘર બનાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમય એકદમ યોગ્ય છે. હવે દેશભરમાં લોખંડના સળિયાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ કિસ્સામાં, તમારે બાંધકામ પર ઓછો ખર્ચ કરવો પડશે. લોખંડના સળિયાના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ ચોમાસું માનવામાં આવે છે. ભલે ઘરને તૈયાર કરવા માટે ઈંટ, સિમેન્ટ જેવી ઘણી વસ્તુઓની જરૂર પડતી હોય છે પણ આમાં લોખંડના સળિયાનો પણ મોટો ફાળો હોય છે જે ઘરને વધુ મજબૂત બનાવે છે.

જો તમે સસ્તાના ચક્કરમાં સબસ્ટાન્ડર્ડ લોખંડના સળિયા ખરીદો છો, તો આનાથી તમારા ઘરનો પાયો નબળો પડી શકે છે. જણાવી દઈએ કે, છેલ્લા બે મહિનામાં લોખંડના સળિયાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો તમે હમણાં લોખંડના સળિયા ખરીદો છો, તો તે તમારા ઘરના બાંધકામના બજેટને ઘટાડી શકે છે.

આ પણ વાંચો…   બોમ્બ વિસ્ફોટ, મતપેટી લઈને ભાગ્યા..બંગાળમાં પંચાયત ચૂંટણીમાં શું થઈ રહ્યું છે?

જોકે આ મહિને આર્યન રોડ્સના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. એવું માનવામાં આવે છે કે ચોમાસા બાદ તેની કિંમતમાં વધારો થઈ શકે છે. જો તમે ભાવ વધુ ઘટવાની રાહ જોઈ રહ્યા છો, તો તમને આ તક નહીં પણ મળે. દેશભરમાં રોજ લોખંડના સળિયાના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં લોખંડના સળિયાના ભાવમાં વધારો થયો છે. ત્યારે કિંમત રૂ. 78,800 પ્રતિ ટન પર પહોંચી ગઈ છે. જો તમે આમાં GST ઉમેરો તો તે રૂ. 93,000 પ્રતિ ટન સુધી પહોંચી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

પીએમ કિસાન યોજના / 12મા હપ્તાના રૂપિયા અત્યાર સુધી નથી આવ્યા ? સરકારે આપી મોટી જાણકારી

elnews

ભારતીય નોટો કાગળથી નહીં પણ આ સામગ્રીમાંથી બને છે

elnews

ભારતમાં ખરીદવા યોગ્ય ટોપ ક્રિપ્ટો ટોકન્સની લિસ્ટ

elnews

Leave a Comment

error: Content is protected !!