26.6 C
Gujarat
September 19, 2024
EL News

અમદાવાદમાં ફરી વરસાદી માહોલથી તંત્રની પોલ ખુલી શકે

Share
Ahmedabad :

અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. બે દિવસ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બપોરના સમયે સાંજ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ સેટેલાઈ, નેહરુનગર, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, આશ્રમરોડ, દૂધેશ્વર, શાહપુર, દિલ્હી દરવાજા સહીતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

જાહેરાત
Advertisement
અમદાવાદમાં અત્યાર સુધીમાં 34 ઈંચની આસપાસ સરેરાસ સિઝનનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે

અમદાવાદમાં અત્યાર સુધીમાં 34 ઈંચ આસપાસ સરેરાસ સિઝનનો નોંધાઈ ચૂક્યો છે ત્યારે વધુ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે. વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર રોડ રસ્તાઓ પણ તૂટી રહ્યા છે જ્યારે નવા ભૂવાઓ પણ પડી રહ્યા છે. કોર્પેોરેશનની કામગિરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા કેમ કે, અત્યાર સુધી 15 દિવસમાં લોકોએ ઓનલાઈન 25 હજાર જેટલી ફરીયાદો કરી હતી ત્યારે તેમાંથી 16 હજાર જેટલી ફરીયાદો રોડ રસ્તા મામલે હતી. જેમાંની કેટલીક ફરીયાદોનો ઉકેલ હજુ સુધી નથી આવ્યો ત્યારે વરસાદ પડતા કોર્પોરેશનની કામગિરીનું વધુ પોલ પણ ખૂલી શકે છે. લોકોના કમરના મણકા તૂટી જાય તેવા ખાડાઓ શહેરમાં પડ્યા છે. ત્યારે 15 સપ્ટેમ્બર સુધી તમામ પેચ વર્ક થાય તેવો દાવો પણ કરાયો છે પરંતુ વધુ ખાડાઓ વરસાદી માહોલમાં પડી રહ્યા છે.

આ પણ વાંચો…આજતક, ન્યૂઝ૧૮ જેવાં ટેલિવિઝન માધ્યમ થી Elnews સમાચાર માં આગળ.

મહેરની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ સિવાય ગુજરાતમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં સૂરત, છોટા ઉદેપુર સહીતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. આ સાથે ભરુચ અને બારડોલીમાં પણ વરસાદ પડ્યો હતો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

બે પરિવારને બંધક બનાવી ૧૦ લાખથી વધુની લૂંટ ચલાવી

elnews

મહિલા ક્રિકેટ અને સંગીત ખુરશી સાથે વાગરાના લુવારા ખાતે અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા સ્નેહ મિલન યોજાયો

cradmin

રણજિત તોમરને 60 હજારમાં હિરેનને ડરાવવા સોપારી આપી હતી..

elnews

1 comment

ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ છે આ છોડના પાન - EL News September 1, 2022 at 2:31 pm

[…] આ પણ વાંચો…અમદાવાદમાં ફરી વરસાદી માહોલથી તંત્રન… […]

Reply

Leave a Comment

error: Content is protected !!