28.3 C
Gujarat
October 8, 2024
EL News

400 થી વધુ ટી.પી. સ્કીમ પબ્લિક ડોમેઇનમાં નાગરિકોની જાણકારી માટે મૂકાયા…

Share
Gujarat, Elnews: (માહીતિ બ્યુરો પંચમહાલ)
શ્રેયા સાઠે
ગુજરાતની આગવી ઓખળ સમા સ્માર્ટ અને સુવિધાપૂર્ણ શહેરો૧૦૦ દિવસમાં ઉડીને આંખે વળગે એવો થયો શહેરોનો આયોજનબધ્ધ વિકાસ

ગુજરાતના શહેરોનો સુદ્રઢ વિકાસ થઇ રહ્યો છે. ગુજરાત રાજ્યના શહેરો ખરા અર્થમાં ‘મેટ્રો સિટી’ બની રહ્યાં છે. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા શહેર તો મેગા સિટીની નામના મેળવી ચૂક્યા છે. સાથોસાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રગતિશીલ અને જનહિત માટે મક્કમ નિર્ણયો લેતી રાજ્ય સરકારની આધુનિક ઈન્ફાસ્ટ્રકચર વિકસાવવાની વિચારશૈલીના લીધે ગુજરાત રાજ્યના શહેરો સ્માર્ટ સિટી બની રહ્યા છે.

શહેરોનો વિકાસ તેની ઊંચી ગગનચુંબી ઈમારતો, ટ્રાફિકનું નિયમન કરવા માટે બનાવવામાં આવેલા ફ્લાય ઓવર્સ, વિશ્વની પ્રતિષ્ઠત કંપનીઓ દ્વારા ગુજરાતમાં કરવામાં આવેલું રોકાણ, શહેરોમાં રોજગારીની નવી તકો વગેરે સરકારના શહેરી વિકાસની પ્રતિબધ્ધતાની પ્રતીતિ કરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને બહોળા જનસમર્થનનો અર્થ એ જ થાય છે કે, વિકાસ, પ્રગતિ, સુખ, સમૃદ્ધિ, સલામતીની પ્રતિતી કરતી ગુજરાતની જનતાએ ફરી એકવાર વર્તમાન સરકારમાં વિશ્વાસ મૂક્યો છે. દિશા એ જ છે પણ હવે રફતાર તેજ છે.

Progress of Gujarat
Gujarat , File image ,El News

જનસામાન્યની સેવા કરવા ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર મંત્રીમંડળ તત્પર છે. ગુજરાતના શહેરો સ્વચ્છ અને સુદ્રઢ બને તે આશયથી સરકારે અમદાવાદ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, અને રાજકોટ જિલ્લામાં શહેરી વિકાસ સત્તા મંડળ હેઠળ આવતા ગામડાઓમાં ડોર ટૂ ડોર ઘન કચરાનું કલેક્શન થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

શહેરી વિકાસને વેગ આપતી અને નાગરિકોને સુખાકારી પ્રદાન કરતી રાજ્યમાં 25 જેટલી નવી ટી.પી. સ્કીમ્સ મંજૂર કરવામાં આવીછે, જેથી ઈન્ફ્રાસ્ટ્રકચરનો બહોળો વિકાસ થઈ શકે. સરકાર દ્વારા રાજ્યમાં સૌરઊર્જાનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરીને ક્લીન અને ગ્રીન ઊર્જાને પ્રોત્સાહન આપીને રાજ્યના લગભગ 92 હજાર જેટલા ઘરો પર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે.

જનસામાન્ય માટે પોતાના ઘરના ઘરનું સપનું સાકાર કરવા માટે સરકાર સતત કાર્યરત છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી વિકાસ) તથા લોકોના પ્રશ્નોને જાણી તેનું ત્વરિત નિરાકરણ લાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. અમદાવાદ મહાનગરપાલિકાની 14 સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રોવિઝન ઓફ સેકન્ડરી કનેક્ટિવિટીની વ્યવસ્થા સંપન્ન કરવામાં આવી.પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ 25,230 આવાસોનું નિર્માણકાર્ય સંપન્ન થયું. ‘અર્બન ગ્રિવન્સ રિડ્રેસલ મોનીટરીંગ સિસ્ટમ’ના માધ્યમથી 8 મનપાઓની વેબસાઇટ્સને સી.એમ ડેશબોર્ડ સાથે જોડી મહાનગરોના નાગરિકોની ઓનલાઇન કે ઓફલાઇન ફરિયાદોનું સીધું જ મોનિટરીંગ હવે UGRMS વડે CM ડેશબોર્ડ પરથી થઇ કરવાની અદભૂત ટેકનોલોજી વિકસાવી છે.

400 થી વધુ ટી.પી. સ્કીમ પબ્લિક ડોમેઇનમાં નાગરિકોની જાણકારી માટે મૂકી દેવામાં આવ્યા છે. 8 મહાનગરોમાં ટી.પી સ્કીમ ઝડપથી પૂર્ણ કરી ઝીરો પેન્ડન્સી લક્ષ્યાંક માટે મહાનગરોના કમિશનરોને દિશાનિર્દેશો જારી કરવામાં આવ્યા છે.

જરૂરિયાતમંદ વર્ગ માટે પાયાની સુવિધાઓ સાથે સામાજિક સુરક્ષા, માનવ સંસાધનનો વિકાસ, વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સવલતો ઊભી કરવા છેલ્લા ૧૦૦ દિવસમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયાં છે. રાજ્યમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજ્યની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત અંદાજે 50,000 રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે.

લોકહિતને કેન્દ્ર સ્થાને રાખી ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા વિધેયક-2023 વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો. આ વિધેયકથી ગુજરાતના શહેરી વિસ્તારમાં રહેતા અંદાજે 50% રહેવાસીઓને લાભ મળશે.રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને તેમજ છ ઝોનમાં 88 મળી કુલ 105 કેટલ પોન્ડ કાર્યરત કરવામાં આવ્યા.

આ પણ વાંચો..શરદી-ખાંસીમાં તરત જ આ 5 સુપરડ્રિંક પીવો

રાજ્યમાં નોન-યુઝેબલ સરકારી બિલ્ડિંગની યાદી તૈયાર કરીને જરૂરિયાત પ્રમાણે નવા બિલ્ડિંગના નિર્માણનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર હંમેશા જૂની અને જર્જરિત ઈમારતોને રિ-ડેવલોપમેન્ટમાં મૂકી લોકોને સુરક્ષા પૂરી પાડે છે અને જૂની ઈમારતોના પડી જવાના ભયથી મુક્ત કરે છે.

ગુજરાત રાજ્યની સરકાર દ્વારા લોકોને પરિવહનમાં મુશ્કેલી ના પડે અને જાહેર જનતાને ભારે ટ્રાફિકનો સામનો ના કરવો પડે તે માટે વૈષ્ણોદેવી જંકશન પાસે રૂ. 40.36 કરોડના ખર્ચે ઔડા દ્વારા નવનિર્મિત અંડરપાસ જનસમર્પિત થતા મુસાફરોને યાતાયાતમાં રાહત મળશે. રાજ્યમાં નવા 7 ફ્લાયઓવર બનાવવાની કામગીરી સંપન્ન થઈ.સમર્પિતગુજરાત રેરા ઓથોરિટીને ઉત્તમ ગુણવત્તાલક્ષી સંચાલન બદલ આંતરરાષ્ટ્રીય સ્તરનું ISO 9001: 2015 પ્રમાણિત સંસ્થા બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું.

74માપ્રજાસત્તાક પર્વનીરાજ્યકક્ષાની ઉજવણી બોટાદ શહેરમાં કરવામાં આવી. જેમાં રૂ. 298 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વાહનોથી થતા પ્રદૂષણ દૂર કરવાની સાથોસાથ વાહનોની ફિટનેસ તેમજ રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા રાજ્યમાં વાહન સ્ક્રેપીંગ પોલીસીની અસરકારક અમલવારી માટે 204 ફિટનેસ સેન્ટરને પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. બેટરી સંચાલિત વાહન સહાય યોજના અન્વયે 7,256 લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે.

રોડ સેફ્ટી અને વાહનોનીફિટનેસ એ પણ પ્રદૂષણને ઓછું કરવા માટે મદદરૂપ થાય છે. વાહનો દ્વારા થતા અકસ્માતમાટેહવે સરકાર કડક પગલાંલઈ રહી છે અને લોકોને તેના માટે દંડ ફટકારવામાં આવે છે. લોકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાતમાં સરકારે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિર્ણય કર્યો છે, જેથી લોકો સુરક્ષિતરહે. સૌનો સાથ, સૌનો વિકાસ ની સાથે જ શહેરોને માળખાકીય સુવિધાઓપૂરી પાડવી અને ગુજરાતના શહેરોને વિશ્વના ટેકનોલોજીયુક્ત અને પ્રગતિશીલ દેશના સ્થાનની હરોળમાં પહોંચાડવા માટે ગુજરાત સરકાર કટિબધ્ધ છે અને સતત પ્રયત્નશીલ છે. રોજગારીની તકો માટેના દ્વાર યુવાનો માટે હંમેશા ખુલ્લા છે.

આ પણ વાંચો..સુરતમાં સાડા ત્રણ વર્ષની બાળકી વિદેશીની જેમ અંગ્રેજી રમે છે

Related posts

ગાંધીનગર: ટી સ્ટોલ ચલાવતી દિવ્યાંગ મહિલાનો વીડિયો વાયરલ

elnews

સુરતની કીમ પોલીસે માનવતા મહેકાવી

elnews

અદાણી વિદ્યા મંદિર- અમદાવાદનું 7મી NYC ગ્રીન સ્કૂલ કોન્ફરન્સ-2023માં સન્માન

elnews

Leave a Comment

error: Content is protected !!